Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

માંગરોળના ભાટ ગામની સીમમાં ચાલતુ જુગારધામ પકડાયુઃ છ જૂગારીની ધરપકડ

રોકડ અને વાહનો સહિત રૂ. ૬પ હજારનો મુદામાલ કબ્જે

જૂનાગઢ તા. ૧૧ :.. માંગરોળનાં ભાટ ગામની સીમમાં ચાલતુ જૂગારધામ પકડી પાડી પોલીસે છ જૂગારીની રૂ. ૬પ હજારનાં મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

 

માંગરોળ તાલુકાનાં ભાટ ગામનો જીવણ એભા ગોહેલની વાડી પાસે જૂગાર રમાતો  હોવાની જાણ થતાં ગત રાત્રે પીએસઆઇ આર.એમ. ચૌહાણે સ્ટાફ સાથે દરોડો પાડેલ હતો.

જેમાં પોલીસે જીવણ એભા ઉપરાંત જગમાલ ઉર્ફે જગો ખીમા જાદવ, વિનોદ કાળા પરમાર, મુસા હસન ઘાંચી, ભાણજી જાદવ ગરેજા, મહેન્દ્ર પ્રાણનાથ સહિત છ શખ્સોને જૂગાર રમતા પકડી પાડયા હતાં.

પોલીસે જૂગારીઓ પાસેથી રૂ. ર૬રરપ ની રોકડ, મોબાઇલ ફોન અને બે મોટર સાયકલ સહિત કુલ રૂ. ૬પ,રરપ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (પ-૧૬)

(12:04 pm IST)