Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં મેઘરાજાનું આગમનઃ વઢવાણમાં અડધો ઇંચ

વઢવાણ તા. ૧૧ :.. સુરેન્દ્રનગર અને જિલ્લાભરમાં આતુરતા પુર્વક મેઘાની રાહમાં રહેલા લોકો રામધુનથી લઇ અનેક નુસ્ખાઓ વરસાદ વરસાવવા માટે કરી રહ્યા હતાં. લાંબો સમય સુધી મેઘો ન મંડાતા જગતનો તાત પણ ચિંતાતુર બન્યો હતો.

વરસાદના કારણે ખેતરો પણ કોરા ધાકોડ જોવા જાણવા મળી રહ્યા હતાં. વરસાદ ન થવાના કારણે વાવણી કરેલા ખેતરોમાં બિયારણ ખાતર ના નાણા પણ પડી ગયા છે.

જયારે ગઇકાલે સાંજના ઘટાટોપ વાદળો વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો અને લોકોમાં જગતના તાતમાં વરસાદની આશા બંધાઇ હતી.

જયારે ધોધમાર વરસાદની રાહમાં હાલ ઝાલાવાડ રહેલુ છે ત્યારે ઝાલાવાડ અને તાલુકાઓમાં વરસાદના શુકનવંતા મંડાણ થયા છે. જયારે સુરેન્દ્રનગર-વઢવાણ-ધ્રાંગધ્રા - પાટડી, દસાડા, લખતર, લીંબડી, ચુંડા, મુળી, ચોટીલા, સાયલા સહિતના ગામોમાં મેઘાના મંડાણ સાથે મેઘાવી માહોલ આજે સવારે પણ યથાવત રહેલો છે જયારે જિલ્લામાં અડધો ઇંચ જેવો વરસાદ વરસ્યાના વાવડ જાણવા મળી રહ્યા છે. (પ-૧પ)

 

(12:03 pm IST)