Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગોંડલમાં ઈનરવ્હીલ કલબના હોદ્દેદારો નિમાયા

ગોંડલ : અહિંયા ઈનરવ્હીલ કલબના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ. જેમાં પ્રેસીડેન્ટ તરીકે નીપાબેન મોઢા, વાઈસ પ્રેસીડન્ટ રશ્મિબેન માંડલીક, સેક્રેટરી દિપાલીબેન ખીમાણી, ટ્રેઝરર જયશ્રીબેન જસાણી, આઈ.એસ.ઓ. તરીકે સોનલબેન ઓંધીયાની નિમણુંક ધ્રાંગધ્રાના સેજલબેન હાલાણી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રીનાબેન ભોજાણી, ક્રિષ્નાબેન તન્ના, નગરપાલિકાના સદસ્યો રહ્યા હતા. આ તકે બેસ્ટ પ્રેસીડેન્ટ તરીકે ફરજ બજાવનાર મીરાબેન ખીમાણીને સર્ટીફીકેટ આપી બહુમાન કરવામાં આવ્યુ હતું. તસ્વીરમાં ઉપસ્થિત મહેમાનો, નવનિયુકત હોદ્દેદારો અને સદસ્યો દર્શાય છે.

(11:36 am IST)