Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખની ચૂંટણીના વિવાદનો અંતઃ ઓગષ્ટના છેલ્લા સપ્તાહમાં ચૂંટણી

પોરબંદર તા.૧૧: સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ પદની ચૂંટણીને લઇને ઘણા લાંબા સમયથી જે વિવાદ ચાલતો હતો તેમાં સંસ્થાના પુર્વ પ્રમુન હાજી ઇબ્રાહીમમાં શેરવાની પોતાની ટર્મ પુર્ણ થઇ હોવા છતાં પણ ૩ મહિનાના સમયથી પણ વધુ વિતી ગયા હોવા છતાં ચૂંટણી જાહેર કરવામાં ઠાગાઠેૈયા કરતા હતા અને સંસ્થાના પ્રમુખ નહી હોવા છતાં પણ નિમણૂંક અંગેની જાહેરાત કરી દેતા, મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયેલ હતો અને કોઇપણ સંજોગોમાં ચુંટણી જાહેર કરો તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે સમગ્ર મુસ્લિમ સમાજની વિવિધ જમાતોના પ્રમુખો અને આગેવાનો આ સંસ્થાની ઓફીસે ગયા હતા, પરંતુ પ્રમુખ કારોબારીના સભ્યો કે હોદેદારો કોઇ જ હાજર રહેલ ન હતા જેથી તમામ લોકો ત્યાંથી નહી જવાનો નિર્ણય કરેલ અને જયારે પ્રમુખ આવશે ત્યારબાદ જ અમો અંજુમને ઇસ્લામની ઓફીસેથી જઇશું તેવી ઉગ્ર રજુઆત કરેલ. કિર્તીમંદિર ના પી.આઇ. બ્રહ્મભટ્ટે પુર્વ પ્રમુખને ફોન કરી કહેલ કે મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા છે, તમે આવો જેથી તેમણે ખાતરી આપેલ કે, ઓફીસે આવીશ તેવી બાંહેધરી આપતા બધા લોકો જતા રહેલ.

આ બાબતને લઇ મહિનાઓથી અંજુમને ઇસ્લામના પુર્વ પ્રમુખ હાજી કાસમ સંઘાર, સિપાઇ જેમાતના પ્રમુખ ફારૂકખાં શેરવાની, હાજી વલીભાઇ સાંઘ, સીદ્દીકભાઇ અનવરભાઇ મલેક, અબ્બાસભાઇ રફીકભાઇ મલેક, આરીફભાઇ મલેક, ફેઝલખાં  પઠાણ અઝીમબાપું કાદરી, આબીદ બાપું, નજીર મુસા.. અને પોરબંદરની જુદી-જુદી જમાતના પ્રમુખો હોદેદારો વિવિધ સંસ્થાઓના પ્રમુખો અને હોદેદારોની મહેનત અંતે સફળ થઇ હતી, અને લોકશાહી ઢબે આ સંંસ્થાની ચૂંટણી ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં યોજાશે, તેવી લેખીત ખાત્રી આપવામાં આવેલ હતી.

(11:35 am IST)