Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

હળવદમાં રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટનો ઇન્સ્ટોલેશન શેરેમની કાર્યક્રમ યોજાયો

હળવદ  તા.૧૧: દિપક જાની દ્વારા અત્રે રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટનો ડીજીએન પ્રશાંત જાની ઇન્ટરવ્હીલ પાસ્ટ ચેરમેન દર્શન પુજારા, રાજવીર સિંહ સરવૈયા વિ.ની ઉપસ્થિતિમાં એક ઇન્સ્ટોલેશન શેરેમની કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષમાં ઓસીસ ગ્રુપ મોરબી અને સિરામિક એસોસિએશનના પ્રેસિડેન્ટ સુખદેવભાઇ પટેલ હાજર રહયા હતા. ઉપરોકત ઇન્સ્ટોલિંગ ઓફિસર દ્વારા નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરીને શપથ લેવડાવ્યા હતા. રોટરીનું વર્ષ ૩૦/૬/૧૮ ના રોજ પુરું થતા નવા વર્ષે નવા હોદેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમા રોટરી કલબ પ્રેસિડેન્ટ તરીકે રમેશભાઇ ઝાલોરીયા સેક્રેેટરી ગજેન્દ્રભાઇ મોરડીયા રોટરેકટ કલબમાં પ્રેસિડેન્ટ ચેતન અધારા અને સેક્રેટરી કલ્પેશ દવે રોટરેકટ કલબ ચરાડવામાં પ્રેસિડેન્ટ ડો. મયુર કણજરીયા અને સેક્રેટરી જયરાજસિંહ ઝાલા, ઇનરવિલ કલબમાં પ્રેસિડેન્ટ હર્ષાબેન ઝાલા સેક્રેટરી સરોજબેન દલવાડી, આર.સી.સી. સિનિયર સિટીઝન કલબમાં પ્રેસિડેન્ટ બળદેવભાઇ પંચાસરા અને સેક્રેટરી ગોરધનભાઇ સુરાણી, આર.સી.સી. કલબ રણમલપુરમાં પ્રેસિડેન્ટ મેહુલ સોની સેક્રેટરી જગદીશ પટેલ, ઇન્ટરેકટ કલબમાં પ્રેસિડેન્ટ જયનીલ સોલંકી અને સેક્રેટરી પાર્થ ભાનુશાલી, અરલીએકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં પ્રેસિડેન્ટ અર્પિત રાઠોડ અને સેક્રેટરી અનુજ મહેતાની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રોટરી કલબમાં ૨૪ નવા સભ્યો સામેલ થયા હતા. જે દરેકને રોટરીની પિન પહેરાવીને ગર્વનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાસ્ટ પ્રેસિડેન્ટ ચિનુભાઇ પટેલ દ્વારા વર્ષ ૨૦૧૭/૧૮ માં સફળતાથી સંપન્ન થયેલા આખા વર્ષ ના ૧૨૧ પ્રોજેકટોની વિસ્તૃત માહિતી અને હિસાબ રજૂ કર્યા હતા. આઠેય કલબના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીએ તન મન ધનથી કરેલ સેવા બદલ પ્રોત્સાહિત કરવા માટે રોટરી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ દરમિયાન જે લોકોએ પ્રોજેકટમાં આર્થિક સહયોગ અને અનુદાન આપેલ ૧૧૫ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ સેરેમનિમાં આજુબાજુની કલબના હોદેદારો, આમંત્રિત મહેમાનો, પત્રકાર મિત્રો, શહેરની પ્રતિષ્ઠિત વ્યકિતઓ, સેવાભાવી લોકો તેમજ રોટરી પરિવારના સભ્યો વિ. ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ માટે નરભેરામભાઇ અધારા, ગજેન્દ્રભાઇ મોરડિયા તથા રાજેન્દ્રભાઇ રાણા વિ. સક્રિય રહેલ.

(11:33 am IST)