Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

માળીયા રોડ પર ખાખરેચીના પાટીયા પાસે નર્મદાની લાઇનનો વાલ્વ લીકેજ : તંત્ર અજાણ

કચ્છ તરફ જતી લાઇનમાં ભંગાણથી લાખો લીટર પાણી ખેતરોમાં ઘુસી ગયુ

માળીયામીંયાણા તા.૧૧: માળીયા હળવદ હાઈવે પર ખાખરેચીના પાટીયા નજીક નર્મદાની મુખ્ય પાઈપલાઈનના વાલ્વમાંથી લાખો લીટર પાણી વેડફાયુ તંત્ર ઘોરનિંદ્રામાં સ્થાનીકો રોષે ભરાયા કચ્છ તરફ જતી પાઈપલાઈનની વાલ્વ ચેમ્બરમાંથી પાણીનો ધોધ વહી રહ્યો છે આખા ખેતરમાં વગર વરસાદે પાણી પાણી થઈ ગયુ માળીયા હળવદ હાઈવે પર ખાખરેચીના પાટીયા નજીક કચ્છ તરફ જતી નર્મદાની મુખ્યલાઈનમાં વાલ્વ ચેમ્બર તોડી ભંગાણ કરતા વાલ્વમાંથી અવિરત પાણીના ધોધથી લાખો લીટર પાણી ખેતરમાં વેડફાઈ ગયુ છે અને હજુ પણ પાણી વહી રહ્યુ છે કચ્છ અને જામનગરને પાણી પૂરૂ પાડતી નર્મદા યોજનાની મુખ્ય પાઈપલાઈનમાં માળીયા હળવદ હાઈવે પર ખાખરેચીના પાટીયાથી રાપરના પાટીયા વચ્ચે વાલ્વ તોડી ભંગાણ કરતા ખેતર આખુ કિંમતી પીવાના પાણીથી ભરાઈ ગયુ છે જેના કારણે આશરે લાખો લીટર જળ જથ્થો વેડફાયોનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. સતત ૧૦ કલાકથી વાલ્વમાંથી વહેતો ધોધ હજુ પણ ચાલુ હોય આ ગંભીર પાણી વેટફાટ મામલે ગુજરાત વોટર ઈનફાસ્ટ્રકચર તેમજ સ્થાનીક પાણી પુરવઠા બોર્ડ પાણીચોરી અટકાવવામાં નિષ્ફળ રહ્યુ હોય તેમ દેખાઈ રહ્યુ છે તોજેતરમાં માણાબા પાસે ૪૮ લાખ લીટર પાણી વેડફાઈ જતા નર્મદા નિગમના ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા અને માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાદ કહેવા પુરતી કાર્યવાહી કરી હોય તેમ ફરી ખાખરેચીના પાટીયા નજીક લાખો લીટર પાણીનો જથ્થો ખેતરમાં વહી ગયો છે અને અવિરત વાલ્વ ચેમ્બરમાંથી પાણીનો ધોધ વહી રહ્યો છે ખેડુતોને પિયત માટે તો લોકોને પીવાનુ પાણી મળતુ નથી ત્યારે નર્મદાની મુખ્યલાઈનમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થતા સવાલો ઉઠી રહ્યા છે આ હાઈવે પર હળવદથી માળીયા સુધી અનેક જગ્યાએ વાલ્વમાંથી પાણી ચોરી થાય છે છતા પાણી પુરવઠા બોર્ડ પાણીનો વેડફાટ રોકવાને બદલે સરકારી તંત્ર ધ્યાન દેતુ નથી પરીણામે જે પાણી લોકોને મળવુ જોઈએ તે પાણી ખેતર અને નાલાઓમાં વેડફાઈ છે ત્યારે એક બાજુ વરસાદ ખેંચાયો અને બીજીબાજુ મોંઘામુલા પાણીનો બગાડ ખરેખર તંત્રએ આ મામલે ગંભીરતા લઈને વાલ્વમાંથી થતો પાણીનો વેડફાટ રોકી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવો સવાલ ઉઠવા પામ્યો છે. મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાયો છે ખેડુતો કાગડોળે વરસાદના પાણીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ નિંભર તંત્રના પાપે મહામૂલ્યવાન પાણીના વેડફાટથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે માળીયા હળવદ હાઈવે પર કચ્છ તરફ જતી લાઈનમાં હજારો લીટર પાણી વેડફાઈ ગયુ છે તો તંત્ર પાણીનો વાલ્વ લીકેજ કેમ થયો હતો તે પણ તંત્રને ખબર નથી પરંતુ પાણીના વેડફાટથી ખેડુતો અને સ્થાનીકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.

(11:33 am IST)