Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

હળવદના વેગડવાવ ગામે ગોૈવંશ પર એસીડ હુમલો

હળવદ તા.૧૧: તાલુકાના નવા વેગડવાવ ગામે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ચાર જેટલા ગોૈવંશ પર એસીડનો હુમલો કરવામાં આવ્યો છે. જેનાથી ગોૈવંશની ચામડી એકદમ ખદબદી ઉઠી છે. આ બનાવથી ગોૈપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આવા હુમલા પાછળનું કારણ રાત્રીના સમયે ગોૈવંશ વાડીમાં ઘુસી જવાના લીધે હોવાનું અનુમાન છે.

ખાસ તત્વો દ્વારા ઇરાદાપૂર્વક જ ગોૈવંશ પર હુમલો કરી લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો છે, સમયાંતરે આવા બનતા બનાવોની ગંભીરતા ને ધ્યાને લઇને પોલીસ ઝડપથી પકડીને કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:23 am IST)