Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ધોરાજીમાં પથ્થર ભરેલ ટ્રક ખેંચી ગયો

ધોરાજીઃ પોસ્ટ ઓફીસ રોડ મકકામસ્જિદ પાછળ શમશેર અલી તકીયા માં બાંધકામ માટે પથ્થરની ગાડી મંગાવતા બુગદા પાસેથી રસ્તો પસાર થતો હોય તે રસ્તામાં ભુવો (ખાડો) પડી જતા પથ્થર ભરેલ ટ્રક ખૂપી ગયો. જાનહાનિ થતા બચી ગઇ તે ઘટના ઉપર તાત્કાલિક નગરપાલિકાના સદસ્યો જીતેન્દ્રભાઇ ચૌહાણ વિઠ્ઠલભાઇ હીરાપરા તથા લતાવાસીઓ દોડી આવેલ અને ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરેલ. (તસ્વીરઃ કિશોર રાઠોડ)

(11:21 am IST)