Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જૂનાગઢના માળિયામાં ચાર ઇંચ , તાલાલામાં ચાર ઇંચ :સુરતના મહુવા,વલસાડના ઉમરગામમાં ત્રણ -ત્રણ ઇંચ વરસાદ :ગીર ગઢડા અને કોડીનારમાં અઢી ઇંચ

 

રાજકોટ :દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ બોલાવી છે. દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. મંગળવારે સવારના 8થી સાંજના વાગ્યા સુધીમાં ગીર સોમનાથના તલાલામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ, સુરતના મહુવા, વલસાડના ઉમરગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છેબારડોલીમાં બે ઈંચ, જૂનાગઢના માળિયામાં 4 ઈંચ, ગીર ગઢડામાં 2.5 ઈંચ અને કોડીનારમાં 2.25 ઈંચ વરસાદ નોંધાયો છે.

(11:13 pm IST)