Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમરેલીના વાંકીયામાં દોઢ કલાકમાં છ ઇંચ વરસાદ :મકાનોમાં પાણી ઘુસ્યા :ગૌશાળાનો પાળો અને પુલનું ધોવાણ

ભારે વરસાદના પાણી ખેતરમા ઘુસતા જમીનનું મોટાપ્રમાણમાં ધોવાણ અને વાવેતરને નુકશાન

 

અમરેલીના વાંકીયામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો વાંકીયામાં દોઢ કલાકમાં પાંચથી ઈંચ જેટલો વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો.હતો  વરસાદી પાણી ખેતરમાં ફરી વળતા જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ અને કપાસીયાના વાવેતરને મોટુ નુકસાન થયું છે.  ત્યારે વરસાદી પાણી નિચાણ વાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. વાંકીયામાં પડેલા ધોધમાર વરસાદમાં ગામની ગૌશાળાનો પાળો અને પુલનું પણ ધોવાણ થયું છેત્યારે ગામને જોડતા રસ્તાઓ પ્રભાવિત થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

(11:17 pm IST)