Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

દ્વારકાના વરવાળામાં સરપંચ અને તેના પરિવારે સભ્યોને માર માર્યોઃ એક લાખના દાગીનાની લૂંટ

ખંભાળીયા, તા. ૧૩ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વરવાળા ગામના સરપંચ અને પરિવારે સભ્યોને માર મારતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકા તાલુકાના વરવાળા ગ્રામ પંચાયતના સરપંચ અને તેના પરિવારે પંચાયતના સભ્યોને જાહેરમાં માર મારતા દોડધામ મચી ગઇ હતી.

ગ્રામ પંચાયતની મીટીંગ દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યોએ પાણી પ્રશ્ને રજૂઆત કરતા મામલો બિચકયો હતો અને મારામારી સુધી વાત પહોંચ્યા બાદ ફરીયાદની તજવીજ હાથ ધરાઇ છે.

આ દરમિયાન એક લાખના વધુ કિંમતના દાગીનાની લૂંટ ચલાવીને ખૂનની ધમકી સરપંચ અને પરિવારે આપી હોવાનું ચર્ચાય છે.

(12:51 pm IST)