Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જામનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક પાણીના પાઉચ જપ્તી કરણ

જામનગરઃ અહીયા મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક તથા પાણીના પાઉચ જપ્તી કરણ કામગીરી કરવામાં આવેલ જેમાં પટેલ કોલોની નવાગામ (ઘેડ) ગુલાબનગર, જુની શાકમાર્કેટ,  વિસ્તાર,સાધના કોલોની રોડ તીનબતી થી બેડીગેટ વિસ્તાર અને દિગ્જામ સર્કલથી ખેતીવાડી વિસ્તારમાં દુકાનદારો પાસેથી કુલ પ૦ નંગ પાણીના પાઉચ, ર૬.૮પ૦ નંગ પ્લાસ્ટિક પ્યાલીઓ અને ૧૧૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે રૂ.૧૬રપ૦ વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે. કામગીરી વોર્ડના ઝોનલ ઓફીસર તથા સેનીટરી ઇન્સ્પેકટર દ્વારા મ્યુ. કમિશ્નરના સીધા માર્ગ દર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આગળ ધપી રહી છે. તે તસ્વીરોમાં દર્શાય છ.ે(તસ્વીર-અહેવાલઃ મુકુન્દ બદિયાણી-જામનગર)

(12:50 pm IST)