Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પવનના સૂસવાટા યથાવત

રાજકોટ તા.૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા બફારા સાથે મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે અને આખો દિવસ પવનના સૂસવાટા અને ધુપ-છાંવવાળુ હવામાન યથાવત છે.

મહંતમ તાપમાનનો પારો સતત નીચે ઉતરી રહ્યો છે જેના કારણને ગરમીમા ઘટાડો થયો છે પરંતુ બફારાનું પ્રમાણ થોડુ વધ્યુ છે.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ વિસ્તારમાં બફારાનું સામ્રરાજય યથાવત રહેલ છે.

વાદળીયા હવામાનને લઇ મહતમ તાપમાન ઘટાડો થયો છે. ગઇકાલે તાપમાન  ઘટીને ૩૬ ડીગ્રી થઇ ગયું હતું. આજે સવારે લઘુતમ તાપમાન ર૮.૬ ડીગ્રી રહયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૬.૯ કી.મી.ની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૭ મહત્તમ, ર૮ લઘુતમ, ૮પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૮ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:37 am IST)