Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મોરબી જીલ્લામાં ૧૦૮ અને ફાયર સહિત ઈમરજન્સી સેવાઓના લાઈવ ડેમોસ્ટ્રેશન

મોરબી, તા.૧૩: ગુજરાત સરકારનાં ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ડીઝાસ્ટર મેનેજમેંટ શાખા દ્રારા મોરબી જિલ્લા ખાતે 'આપદામિત્ર' નામનો પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે, જેમા જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ ૫-૫ એમ કુલ ૩૬ સ્વયંસેવકોને પસન્દ કરવામાં આવેલ છે. તમામ સ્વયંસેવકોને તરવાની તેમજ શોધ અને બચાવની તાલીમ સરકારશ્રી દ્રારા વડોદરા અને સુરત ખાતે આપવામાં આવેલ છે તેમજ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્રારા તમામ આપદામિત્રોને આઇ કાર્ડ તેમજ પ્રમાણપત્રો પણ આપવામા આવશે. સમગ્ર ગુજરાત રાજયનાં તમામ જિલ્લાઓમાં 'આપદામિત્ર' પ્રોજેકટ શરૂ કરી દેવામાં આવેલ છે. ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ છે.

ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી, કલેકટર કચેરી મોરબી દ્રારા જિલ્લાનાં તમામ આપદામિત્રો માટે  પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા અને ફાયર બ્રીગેડનું પ્રદર્શન રાખવામાં આવેલ હતુ. જેમાં કુલ ૩૬ આપદામિત્ર સ્વયંસેવકો અને જવાનોને ૧૦૮ ઇમરજન્સી સેવા અને ફાયર બ્રીગેડ ની કામગીરી અને સાધનો વિશે વિગતવાર લાઇવ ડેમો સાથે સમજાવવામાં આવેલ હતું. ૧૦૮ ઇમરજન્સી સેવામાથી પૂજાબેન દ્રારા ૧૦૮ ની કામગીરી, ૧૦૮ ના વિવિધ ઉપકરણો વગેરે વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી. ૧૦૮ ની નવી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ આ સાથે સ્માર્ટ ફોનના ઉપયોગથી બતાવવામાં આવેલ હતો. કોઇ ઇમરજંસી જેવી કે, આગ લાગવી, એકસીડેંટ થવો, કોઇ વ્યકતી પાણીમાં દુબી જાય ત્યારે તેને કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રીગેડની ટીમ માથી વસંતભાઇ અને હર્ષભાઇ દ્રારા ફાયર બ્રીગેડનાં સાધાનો, શોધ અને બચાવ કામગીરી વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અંતમાં ફાયર બ્રીગેડની ટીમ દ્ર્રારા તમામ ફાયર બ્રીગેડ્નાં સાધનોનું લાઇવ ડેમોંસ્ટ્રેશન આપવામાં આવેલ હતુ. મોરબી જિલ્લાનાં આપદામિત્રોને ડીઝાસ્ટર મેનેજમેંટની તમામ માહીતી મળે અને કોઇપણ આપત્તિ સમયે તંત્ર તેમજ જિલ્લાનાં રહિશો ને મદદરૂપ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં ડીઝાસ્ટર મેનેજમેંટનાં ડી.પી.ઓ રવિકાન્ત પરમાર અને શાખાના પી.એસ.આઇ. જી.એમ. ડાંગર ઉપસ્થીત રહ્યાં હતાં.

(11:30 am IST)