Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભાવનગર મેયર, ડે.મેયર, ચેરમેન સહિતનાઓની કાલે પસંદગી

બાવન સભ્યોની બોર્ડ બેઠકમાં શાસક પાર્ટીના ૩૪ તેમાં ૧૮ મહિલા અને ૧૬ સેવકોની સંખ્યા

ભાવનગર તા. ૧૩ : ભાવનગર મહાનગર પાલિકાના આ બોર્ડના બીજા અઢી વર્ષ માટે બાકી રહેતી બોર્ડની મુદત સુધી તા.૧૪ જુને થનારી મેયરની ચૂંટણી માટે ભાજપના ૩૪ નગરસેવકોમાંથી જે નામોની નામાવલી પાર્ટીમાં રસાકસીભરી સ્પર્ધામાં છે. તેમાં મેયર પદ માટે યુવરાજસિંહ ગોહિલ, અલ્પેશ વોરા, અભયસિંહ ચૌહાણ, રાજુભાઇ રાબડીયા, રાજુભાઇ પંડયા, પરેશભાઇ પંડયા અને ગુરૂમુખાણીના નામો મોખરે રહે છે.તો બીજી બાજુ ડે.મેયર પદ માટે જલ્વીકાબેન ગોંડલીયા, દિવ્યાબેન વ્યાસ, કિર્તિબેન દાણીધારીયા, ઉર્મિલાબેન ભાલ, ઉષાબેન તલરેજીયા અને શિતલબેન પરમારના નામોનો નિર્દેશ થઇ રહ્યો છે.

જયારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પદ માટે ફરી અભયસિંહ ચૌહાણ, ધીરૂભાઇ ધામેલીયા, રાજુભાઇ રાબડીયા, કુમાર શાહ, અનિલ ત્રિવેદી, મનભા મોરી, અલ્પેશ વોરા, હરેશ મકવાણા અથવા સુરેશભાઇ ધાંધલ્યાને ફરી લેવામાં આવે.

નેતા દંડક જયારે નેતા અને દંડકમાં ડી.ડી.ગોહેલ, કિશોર ગુરૂમુખાણી, કાન્તાબેન બોરીચા અથવા ગીતાબેન વાજાના નામો ચર્ચામાં રહે છે.

નગરસેવકોમાં પણ ભાજપના ૧૮ મહિલા નગરસેવિકાઓ છે તેની સામે ૧૬ પુરૂષો નગરસેવકોની સંખ્યા મળી કુલ ભાજપ શાસનમાં ૩૪ નગરસેવકોનું બોર્ડ છે. અને આ માટેની પસંદગી કામગીરી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડબેઠકમાં થઇ રહી છે. જેમાં હાલમાં આ નામો સંભવીત બની રહ્યા છે. નવ પેટા કમિટીઓની રચનામાં પાંચેક કમીટીઓનમાં મહિલા ચેરપર્સન બને તો નવાઇ પામવા જેવું નથી જે માટે પણ બહેનો ચેરપર્સન માટે સ્પર્ધામાં રહે છે. કારણ કે, આ બાવનની સંખ્યા બોર્ડમાં શાસક પાર્ટીના ૩૪ સભ્યોમાં ૧૮ બહેનો નગરસેવિકા છે. અને તેઓ પણ હવે હોદ માટે દાવેદારી કરી રહ્યા છે.

(11:26 am IST)