Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભાદરમાં હજુ ત્રણ મહિના ચાલે એટલું પાણી હોવાનો તંત્રનો દાવો

અમદાવાદ :આકબાજું વરસાદ કેટલાક દિવસ ખેંચાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.જોકે સૌરાષ્ટ્રના બીજી નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં હજુ 90 દિવસ સુધી ચાલે તેટલુ પાણી હોવાનો દાવો તંત્રએ કર્યો છે.

 ભાદર ડેમનું પાણી જેતપુર, રાજકોટ, અમરનગર જૂથ યોજનાવીરપુર અને ખોડલધામને પાણી પહોંચે છે. તેમજ 90 દિવસ ચાલે એટલુ પાણી હોવાથી પીવાના પાણીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેમ ડેમના ઈજનેરે કહ્યુ હતુ.

  વર્ષ 2015માં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિમાં ડેમ નંબર 18 અને 29ના દરવાજના શીલબિંબ તૂટી ગયા હતા.જેને મરમ્મત કરવાની કામગીરી કરાઈ છે. પ્રિમોન્સુન એક્ટવિટી ને લઈને ડેમના દરવાજાનો ઓઈલ-ગ્રિસિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી..

(9:37 pm IST)