Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

માળિયા મિયાણાના મંદરકી ગામે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ પકડાયા :43 હજારનો મુદામાલ જપ્ત

 

માળિયા મિયાણાના મંદરકી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા પ્રેમીઓન ઝડપીને રૂપિયા ૪૩ હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો

   બનાવની મળતી વિગત મુજબ માળિયા મિયાણાના મંદરકી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની માળિયા પોલીસને માહતી મળતા ગામમાં આવેલ ગોલવટીયાની ધાર પાસે પોલીસે દરોડો પાડતા ત્યાં પતા ટીચતા હસમુખભાઈ વિડજા , દેવજીભાઈ ઉપાસરિયા , દિનેશભાઈ જ્સાપરા, કેતનભાઈ અગેચણીયા , અલ્પેશભાઈ અગેચણીયા અને સોહિલ ચાનિયા સહિતના શખ્સોને પતા ટીચતા રંગ હાથ ઝડપી લીધા હતા એની પાસેથી રૂપિયા ૧૦૩૬૦ રોકડા , બે બાઈક કીમત રૂપિયા ૩૦ હજાર અને મોબાઈલ કીમત રૂપિયા હજાર આમ કુલ મળી રૂપિયા ૪૩,૩૬૦ મુદમાલ જપ્ત કરી અને માળિયા પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો

(9:56 pm IST)
  • ધોરાજીના જામકંડોરણા રોડ પર ટ્રક અડફેટે મુસ્લિમ યુવાન વાહીદ અહમદ ચૌહાણ (ઉ,વ, 42 ) ( રહે ,ધોરાજી )નું ઘટનાસ્થળે મોત :મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લવાયો ;અજાણ્યો ટ્રક ફરાર ;ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન access_time 2:19 am IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST