Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જૂનાગઢના વંથલીમાં ઓજત નદીના ગેરકાયદે ખનન મુદ્દે પ૦ ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચિમકીઃ પથ્થરમારો-ચક્કાજામની ઘટનામાં ૩ પોલીસ કર્મચારીને ઇજા

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના વંથલી ગામમાં આજે ગેરકાયદે ખનન મુદ્દે ગ્રામજનોઅે ગામ બંધ રાખી વિરોધ વ્‍યક્ત કર્યો હતો અને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આ દરમિયાન મામલો બિચકતા પથ્થરમારો થયો હતો. જેની સામે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ દરમિયાન ૩ પોલીસ કર્મચારીઓને પણ ઇજા પહોંચી હતી.

બીજી તરફ પોલીસે ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરી હતી. આ સાથે જ ગેરકાયદેસર ખનનના વિરોધમાં ગામલોકોએ બંધ પાળ્યો છે.

વંથલીની ઓઝત નદી ખોદી નાખી તેમાંથી રેતી કાઢતા લુખ્ખા તત્વોને તંત્ર છાવરતું હોવાની વાતને લઇ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી રોષે ભરાયેલા ખેડૂતો અને ગામવાસીઓ ટાયરો સળગાવીને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને સમગ્ર ગ્રામ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. તો ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આવા લુખ્ખા તત્વો સામે ખાતાકીય પગલા નહીં ભરાઇ તો 29 જૂનના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરીમાં 40થી 50 સ્ત્રી-પુરુષ ખેડૂતો આત્મવિલોપન કરી જીવ આપશે.  આ સાથે જ લોકોએ બેનરો લગાવીને વિરોધ કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે..

આમ હજારો લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઈ હતી. સાથે જ જૂનાગઢમાં પણ ટ્રાફિકજામ સર્જાયો હતો.

ત્યારે આજે વંથલી સજ્જડ બંધ પાળતા આંદોલનકારી નયનભાઇ કલોલા નામના ખેડૂત પર લુખ્ખા તત્વોએ હિચકારો હુમલો કરતા તેઓ લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિત વધુ તંગ બની હતી અને પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરી હતી.

(6:29 pm IST)
  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • સચિનના સૌથી મોટા ફેનને ધોનીએ લંચ માટે આપ્યુ આમંત્રણ : ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ સચિનના સૌથી મોટા ફેન સુધીરને પોતાના ઘરે લંચ પર બોલાવ્યો હતો. સુધીરે લંચ બાદ પોતાની આ મુલાકાતના ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો તેમજ ઈમોશનલ મેસેજ પણ લખ્યો ‘સ્પેશિયલ દિવસ કેપ્ટન કૂલ ધોની સાથે. તેણે કેપ્શનમામ લખ્ય કે, ફાર્મ હાઉસમાં પરિવાર ધોનીના પરિવાર સાથે જે સુપર લંચ લીધુ તેને હું શબ્દોમાં નહિ વર્ણવી શકુ. access_time 8:47 pm IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST