Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

આ વખતે વાવાઝોડા સાથે પાછતરો વરસાદઃ ૧૦ જૂનથી વાવણી લાયક મહેર

જૂનાગઢ ખાતે વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યોની આગાહી

 જૂનાગઢ, તા. ૪ :. આ વખતે વાવાઝોડા સાથે પાછતરો વરસાદ હોવાની અને ૧૦ જૂનથી વાવણી લાયક મહેર થવાની આગાહી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યોએ કરી છે.

જૂનાગઢ કૃષિ યુનિ.ના આંગણે આજે સવારથી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યોનું સંમેલન યોજાયુ હતું. જેમા ૨૦૦ જેટલા આગાહીકારોએ ભાગ લીધો હતો.

આ સંમેલનનું દિપ પ્રાગટય કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એ.આર. પાઠક અને નિયામક ડો. પારખીયાએ કર્યુ હતું.

વર્ષા વિજ્ઞાન મંડળના ૨૪ સંમેલનમાં ભાગ લેતા આગાહીકારોએ વર્તારો આપતા જણાવેલ કે આ વર્ષ ૧૦ થી ૧૪ આની થશે. વરસાદ પાછોતરો છે અને વાવાઝોડા સાથે વરસાદ થવાની શકયતા છે.

આગાહીકારોએ જણાવેલ કે, આગામી તા. ૧૦ જૂનથી વાવણી લાયક મેઘમહેર શરૂ થઈ જશે. આ વર્ષે દિવાળી સુધી મેઘકૃપા થવાની આગાહી કરવામાં આવી હતી.

વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યોએ જણાવેલ કે, આ વર્ષે વરસાદ સારો રહેશે સાથે સાથે કુદરતી આપત્તિ વાવાઝોડાનો પણ સામનો કરવાની તૈયારીઓ રાખવી પડશે.

(4:19 pm IST)
  • કરોડાના કૌભાંડી ભદ્રેશ મહેતાની તબિયત લથડી: છાતીમાં દુઃખાવાની ફરીયાદ બાદ સિવિલ હોસ્પિટલના આઇસીયુંમાં દાખલ access_time 3:55 pm IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST

  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST