Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મહુવા પાલીકા ભાજપ પાસેથી કોગ્રેસે છીનવી લીધીઃ પાલીતાણા પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટાયા

ભાવનગર, તા., ૪ : ભાવનગર જીલ્લાની મહુવા નગર પાલીકા કોંગ્રેસે કબ્જે કરી છે. આજે યોજાયેલ પ્રમુખપદની ચુંટણીમાં કોંગ્રેસનાં માત્ર ૧૩ સભ્યો હોવા છતા ૨૧ મતો મેળવી કોંગ્રેસના મંગુબેન બારૈયા પ્રમુખપદે ચુંટાઇ આવ્યા છે.

મહુવા પાલીકાના પ્રમુખની આજે ચુંટણી યોજાઇ હતી. કુલ ૩૬ સભ્યોમાંથી કોંગ્રેસના માત્ર ૧૩ સભ્યો છે અને બાકીના ભાજપના છે. દરમ્યાન પ્રમુખપદની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મંગુબેન ધીરૂભાઇ બારૈયા ૩૬માંથી ર૧ મતો પ્રાપ્ત કરી વિજેતા બનતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે અને કોંગ્રેસે નગર પાલીકા ઉપર કબ્જો મેળવતા કોંગ્રેસ-છાવણીમાં આનંદની લાગણી ફેલાઇ છે.

પાલીતાણા

પાલીતાણા નગરપાલીકાનાં પ્રમુખની પણ આજે ચુંટણી યોજાઇ હતી. નગર પાલીકાનાં પ્રમુખપદે ભાજપનાં જયપાલસિંહ ગોહીલ અને ઉપપ્રમુખપદે ઉસ્માનભાઇ ચુંટાઇ આવ્યા છે. પાલીતાણા નગર પાલીકામાં ભાજપના રર અને કોંગ્રેસના ૧૩ સભ્યો અને એક અપક્ષ છે. ભાજપે સતા જાળવી રાખી છે.

(4:18 pm IST)