Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

કર્ણાટકનો બાળક સુરેન્દ્રનગર આવ્યા બાદ ભુલથી પશ્ચિમ બંગાળ પહોંચેલઃ સીઆઇડીએ બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

સીઆઇડી ફકત કૌભાંડકારોને જ શોધવાનું કાર્ય કરતી નથી, માનવતાવાદી કાર્ય પણ કરે છે

રાજકોટ, તા., ૪: સજાના સ્થાન તરીકે  રાજય પોલીસ તંત્રમાં વગોવાયેલી સીઆઇડી (ક્રાઇમ) ને ખરા અર્થમાં તેના નામને શોભે તે રીતે તમામ સ્ટાફને તાલિમથી સુસજ્જ કરી પ્રથમ વખત હિન્દી ફિલ્મોની સીઆઇડી અને સીઆઇડી સિરીયલ કરતા ચઢીયાતી કામગીરી આશિષ ભાટીયાના આગમન બાદ શરૂ થઇ હોય તેમ બીટ કોઇન્સ માંડી રાજયભરના અનેક કૌભાંડો ઉપરથી પડદો ઉઠી રહયો છે.

આવી કામગીરીને કારણે લોકો તારીફ કરતા કહેતા હોય છે કે સીઆઇડી પાસે ગમે તેવી તપાસ આવે અને ગમે તેવી અટપટી હોય પણ સીઆઇડી આવા કૌભાંડીયાઓને ખુલ્લા પાડયા વગર રહે નહિ.

સતત પોલીસ તંત્રનું વાતાવરણ ગુન્હેગારો સાથે અને મોટી માયાઓ સાથે સતત રહેવાના કારણે સીઆઇડી સ્ટાફના દિલ પણ પથ્થરના થઇ ગયા હશે તેવુ માની રહેવુ ભુલ ભરેલું છે. તાજેતરમાં કર્ણાટકનો એક બાળક કે જે સુરેન્દ્રનગર આવેલ તે છુટ્ટો પડી ગયો.

આ બાળક ભુલથી પશ્ચિમ બંગાળ જતી ટ્રેનમાં ચઢી ગયો. રેલ્વે પોલીસને આ બાબતે ફરીયાદ થઇ આ બાબતની જાણ સીઆઇડી વડાને થતા તેઓએ દેશભરના આવા બાળકોને જયાં સાચવવામાં આવે છે તેવા બાળગૃહમાં તપાસ કરાવતા એક બાળ ગૃહમાંથી પત્તો મળ્યો અને આમ પશ્ચિમ બંગાળના બાળગૃહ મારફત કર્ણાટક પોલીસ અને કર્ણાટક પોલીસ કંટ્રોલ મારફત મા-બાપનો પત્તો લગાડી પશ્ચિમ બંગાળના બાળ ગૃહ સાથે સંપર્ક કરાવતા બાળક અને પરિવારનું સુઃખદ મિલન થયું. આમ આવા માનવતાવાદી કાર્યમાં પણ સીઆઇડી નિમિત બની છે.

(4:08 pm IST)
  • હવે પંજાબ નેશનલ બેંક અને ICICIના ગ્રાહકોને પણ લોન પર વધુ વ્યાજ ચૂકવવુ પડશે કેમ કે, એસબીઆઈ બાદ હવે પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈએ પણ પોતાના વ્યાજદરોમાં વધરો કરી દીધો છે. આઈસીઆઈસીઆઈએ 5 વર્ષ માટે પોતાના લેંડિંગ રેટને 10 બેઝિઝ પોઈન્ટ્સ વધારતા 8.70 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જો કે લોન 3 મહિના માટે હશે તો વ્યાજદરમાં ફેર નહિ પડે. access_time 12:22 am IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST