Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ગોંડલમાં ટ્રાફિક પોલિસની સજાગતાથી મોબાઇલ ઉઠાંતરી કરનાર પકડાયો

તસ્વીરમાં ટ્રાફિક પોલીસ મુળ માલીકને મોબાઇલ પરત આપતી નજરે પડે છે

ગોંડલ, તા.૨: ગોંડલમાં ટ્રાફિક પોલિસની સજાકતાથી મોબાઇલ ફોનની ઉંઠાતરી કરનારને ઝડપી લેવાયો હતો.

ગોંડલ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અવારનવાર નાની-મોટી ચોરીના બનાવ બનતા હોય છે, રેલવે સ્ટેશન પાસે આવેલ સહજાનંદ નગરમાં રહેતા મણીભાઈ નાયર બસમાં ચડી રહ્યા હતા ત્યારે એક શકશે તેમનો મોબાઈલ સેરવી લેતા બુમાબૂમ થઇ જવા પામી હતી, દ્યટનાસ્થળે જ ટ્રાફિક પોલીસના રાજદીપસિંહ વાદ્યેલા તેમજ ટીઆરબી હિમાંશુ ભટ્ટ સહિતનો એ સતર્કતા દાખવી આરોપીને પકડી લઇ તલાસી લેતા મોબાઈલ મળી આવ્યો હતો અને આરોપીને પોલીસ મથક હવાલે કરી મૂળમાલિકને મોબાઈલ પરત કર્યો હતો.

(12:05 pm IST)