Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સોમનાથના સમુદ્રમાં નહાવા પર પ્રતિબંધાત્મક આદેશ છતાં યાત્રીકોએ ન્હાવાની મોજ માણી

પ્રભાસ પાટના સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભોૈગોલિક પરિસ્થિતિથી અજાણ હોય છે, સમુદ્ર માં ન્હાવા જતા ડુબી જવાનાં બનાવો વારંવાર બનેલા છે. આ સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાય છે. પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુજ મોટા વજનદાર ખડકાળ પથ્થરો છે જેથી સમુદ્રમાં ન્હાવા પડતા તેમજ પગ બોળતા દર્શનાર્થી સહેલાણીની બહાર આવી શકતાનથી.

આ વિસ્તારમાં આવતા સમુદ્રના મોજા વાકાચુકા તેમજ ઘાતક હોય છે. હાલમાં આ જગ્યાએ નવી ચોપાટીનું કામ શરૂ થયેલ છે. તેથી મોટા પથ્થરોને કારણે કોઇપણ વ્યકિત તેના પરથી લપસી શકે છે. અને સમુદ્રમાં ડુબી શકે છે અમુક કિસ્સાઓમાં અમુક વ્યકિતઓ પોતે આ પવિત્ર યાત્રાધામનાં દર્શન કરી પોતાના આત્માને મોક્ષ મળશે તેવા વિચાર ધરાવી સમુદ્રમાં પડી આત્મહત્યા કરે છે છેલ્લા ૧૦ વર્ષમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા મરીન પોલીસ સ્ટેશનમાં આવા અનેક બનાવો નોંધાયેલા છે.

આવા બનાવો બનતા અટકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર. મોદીએ ફોજદારી કાર્યવાહી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સતાની રુએ સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફથી અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ-પશ્ચિવ બંને સાઇડના આશરે ૪ કિલોમીટરનાં વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઇપણ વ્યકિતએ સમુદ્રમાં નહાવા, પગ બોળવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવો નહી. આ આદેશ તા. ૫/૬/૨૦૧૮થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

આ આદેશ સરકારી ફરજમાં હોય તેઓને લાગુ પડશે નહી આ હુકમ નું પાલન ન કરનાર કે મદદગારી કરનારને ગુન્હો સાબિત થયે દંડ અને શિક્ષાપાત્ર રહેશે. તસ્વીરમાં આવા આદેશોનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન થતું નજરે પડે છે.(તસ્વીર- દેવાભાઇ રાઠોેડ, પ્રભાસ પાટણ) (૧.૧)

(12:04 pm IST)
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી દિધી હતી. access_time 2:48 am IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, નું સંગઠન જમાત-ઉદ-દાવા 25 જુલાઈથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ-હૂ-અકબર તેહરીક દ્વારા લડશે. આ ગ્રૂપે મિલી મુસ્લિમ લીગ (એમએમએલ) ની એક રાજકીય પાર્ટી તરીકે સભ્યપદ મેળવ્યું નથી, આવી સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપી હતી. access_time 2:47 am IST