Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મોરબી નગરપાલિકા તાકીદે પ્રી મોન્સુન કામગીરી શરૂ કરેઃ ધારાસભ્યની માંગ

મોરબી તા.૪: મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન પ્લાન મુજબની કામગીરી તાકીદે હાથ ધરવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કલેકટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને વિગતે રજુઆત કરી આગોતરી કામગીરી તાકીદે આરંભીને ચોમાસું આવે તે પહેલા પૂર્ણ કરવાની માંગ કરી છે.

દર વર્ષે મોરબી શહેરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ થાય એટલે નગરમાં ગંદકી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા અને નાલા ઉભરાઇ જવા જેવી હાડમારીઓ ઉદભવતી હોય છે જેથી પ્રજાને પરેશાની ભોગવવી પડે છે. જેથી નગરપાલિકાએ આગોતરૂ આયોજન કરીને શહેરના નાલાઓની સાફસુફી કરી લેવા જે રસ્તાઓ પર સમારકામ માંગે તેવા ખાડાઓ પુરી દેવા, વીજળીના થાંભલા, સ્ટ્રીટ લાઇટ ચકાસી લેવા અને પાણીની પાઇપલાઇન લીકેજ હોય જેમાં મરામત કરી લેવા અત્યારથી જ કામગીરી હાથ ધરવાની માંગ કરી છે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રિ મોન્સુન કામગીરી ગંભીરતાપૂર્વક ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવી માંગ કરી છે.

(12:03 pm IST)