Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના આંતરિક માળખામા ૮ ફેરફાર

વેરાવળ-પ્રભાસ-પાટણ તા.૪: વિશ્વ પ્રસિધ્ધ-ભારતના બાર દિવ્ય જયોર્તિલિંગમાના પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર રાષ્ટ્રીય આઇકોન મંદિર ઘોષીત થતાં તેમજ સોમનાથ મંદિરના દર્શનાર્થે-યાત્રા દિનપ્રતિદિન લાખો યાત્રિકોનો વધારો થઇ રહ્યો હોય જેથી તેઓને વધુ સુવિધાઓ મળે અને ગોઠવાયેલી વ્યવસ્થાઓનો પુરેપુરો લાભ મળે અને તંત્ર વધુ સારી કામગીરી કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઇ પટેલ,ર્દીધ દ્વષ્ટા-સક્રિય ટ્રસ્ટી-સચિવ પી.કે.લહેરીએ સોમનાથ ટ્રસ્ટના આંતરિક માળખામાં ૮ જેટલો ફેરફારી, અપગ્રેડ અને વધારાનો ચાર્જ આપી તંત્રને સજજ બનાવ્યું છે.

સોમનાથ  મંદિરનો ભવ્ય શણગાર અને ત્રણ સમયની ભાવમય આરતી તથા પૂજા કરતા મુખ્ય પુજારી ધનંજય દવેને ટ્રસ્ટ તરફથી ભારતની ધાર્મિક પ્રાચીન પરંપરાગત અનુસાર દિવ્ય-ભવ્ય મંદિર દરજજાનુ પૂજાચાર્ય પદ આપવામાં આવ્યું જેથી હવે તે મુખ્ય પૂજારીને બદલે પૂજાચાર્ય તરીકે ઓળખાશે તેમની સહાયમાં ચાર આસી.પૂજારીઓ-પૂજારી-પ્રક્ષાલય પૂજારી સહિત નવનો સ્ટાફ રહેશે. ૧૯૮૪માં આસી.પૂજારી તરીકે જોડાયેલ તેઓ ૧૯૯૪ થી મુખ્ય પૂજારી બન્યા હતા.

પ્રભાસ-પાટણના વેદપરંપરાના સોમપરા બ્રાહ્મણ સમાજ વિયુવાન પરિવારમા ંતા.૨૭-૯-૫૯ના રોજ જન્મેલા તેઓ યર્જુવેદ સામવેદ સહિત ગ્રેજ્યુએટ છે.

પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ કરાતા શણગાર તેનું આયોજન અને ઉજવાતા ઉત્સવો-તહેવારો અને અન્ય આધ્યાત્મિક કાર્યો-મંદિર સબંધી શાસ્ત્રોકત પ્રશ્નો માર્ગદર્શનમાં તેમનું યોગદાન છે. તેઓ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવને કરાતો દિવ્ય-ભવ્ય અને સુંદર શણગાર ઇલેકટ્રોનીક, પ્રીન્ટ અને વેબ મીડીયામાં નિત્ય રીતે થતો રહે છે.

ટ્રસ્ટે તેમને ભારતીય પ્રાચીન મંદિર અને શાસ્ત્રોકત રીતે સર્મથનવાળું ''પૂજાચાર્ય''બિરૂદ આપી અપગ્રેડ કરાતા ભાવિકોમાં આનંદ છવાયો છે અને ટ્રસ્ટને તેમજ તેમને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ સાથે આર્શીવાદ મેળવી સૌ પ્રસન્નતા અનુભૂતિ કરી રહ્યા છે.

આવી જ રીતે સોમનાથ ટ્રસ્ટમાં ૩૮ વરસથી યશસ્વી કામગીરી કરતા સુરેન્દ્રસિંહ જાડેજા (સુરૂભા જાડેજા)ને વહીવટી કામગીરીના સંકલન અને સુપેરે અમલીકરણ-નિરીક્ષણ અર્થે આસી ટેમ્પલ ઓફીસરનો વધારાની કામગીરી સોંપી છે.(૧૭.૭)

(11:57 am IST)
  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • કરોડાના કૌભાંડી ભદ્રેશ મહેતાની તબિયત લથડી: છાતીમાં દુઃખાવાની ફરીયાદ બાદ સિવિલ હોસ્પિટલના આઇસીયુંમાં દાખલ access_time 3:55 pm IST

  • મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, નું સંગઠન જમાત-ઉદ-દાવા 25 જુલાઈથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ-હૂ-અકબર તેહરીક દ્વારા લડશે. આ ગ્રૂપે મિલી મુસ્લિમ લીગ (એમએમએલ) ની એક રાજકીય પાર્ટી તરીકે સભ્યપદ મેળવ્યું નથી, આવી સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપી હતી. access_time 2:47 am IST