Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ભાવનગરમાં ફ્રિજમાં શોર્ટ થતા રસોડામાં આગ લાગી

ભાવનગર, તા. ૪ :. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં મકાનના રસોડામાં ફ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા રસોડામાં રહેલ ઘરવખરી સળગી જવા પામી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે આગને કાબુમાં લીધી હતી.

મળતી વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટી બ્લોક નં. ૬૨૫૧ - ૬૦૬૮માં રહેતા પરાક્રમસિંહ વિક્રમસિંહ જાડેજા ગઈરાત્રે અગાશીમાં પરિવાર સાથે સુવા ગયા હતા ત્યારે મોડી રાત્રીના ૧.૨૦ કલાકે રસોડામાં રહેલ ફ્રીઝમાં શોર્ટસર્કિટથી આગ ભભુકી ઉઠતા ફ્રીઝ સળગતા રસોડામાં રહેલ ગાદલા-ગોદડા, પંખો તથા અન્ય ચીજવસ્તુઓ સળગી જવા પામી હતી. આગની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને અર્ધી ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. બનાવની જાણ થતા આ વિસ્તારના યુવા અગ્રણી આશુતોષ વ્યાસ (પિન્ટુભાઈ) વિગેરે દોડી આવ્યા હતા.(૨-૧૦)

(11:57 am IST)
  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST

  • કરોડાના કૌભાંડી ભદ્રેશ મહેતાની તબિયત લથડી: છાતીમાં દુઃખાવાની ફરીયાદ બાદ સિવિલ હોસ્પિટલના આઇસીયુંમાં દાખલ access_time 3:55 pm IST

  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST