Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઉના પાસે માટી ભરેલુ ડમ્પર ઝડપાયું : કૌભાંડ

ઉના, તા. ૪ : ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. ખુમાણ તથા સ્ટાફે નાલીયા-માંડવી ગામ આગળ ન્યુ દીવના બાંધકામ સાઇટ ઉપર ડમ્બર નંબર જીજે-પ-એવી-૮૯૭૭ નંબરના ચાલકે સુરેશભાઇ કુએરભાઇ માલીવાડ (દરબાર) રે. મોરના તળાવ પોભાદર રોડ તા. નાખપુર જી. મહીસાગરને રોકી ડમ્પરમાં ભરેલ માટીની રોયલ્ટી માંગતા ન આપતા જણાવેલ કે આ ડમ્પર કાનાભાઇ પોરબંદરવાળાએ લામધાર ગામના તળાવમાંથી માટી ભરી નેશનલ હાઇવેના રોડ પર કામમાં નાખવાના બદલે ન્યુ દિવના બાંધકામ સાઇટમાં લઇ જવાનું કહેલ. ર૪ ટન માટી ગે.કા. રોયલ્ટી વિનાની હોવાની શંકાના આધારે ડમ્પરને ચાલક સાથે ઉના લાવી વેરાવળ ખાતે ભૂસ્તર અને ખાણ ખનિજ વિભાગને લેખીતમાં જાણ કરી છે.

ઉલ્લેખનીય છે કે સોમાનાથ-ભાવનગર નેશનલ હાઇવે રોડનું ફોરલેનનું કામ ચાલુ છે ત્યારે કોન્ટ્રાટરો દ્વારા હાઇવે રોડ બનાવવા માટે માટી અન્ય જગ્યાએ બારોબાર વેચી નાંખી કૌભાંડ તો કરતા નહીં હોયને ? આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો ઘણા કૌભાંડ બહાર આવે તેમ છે તેમ લોકોનું કહેવું છે આતો પોલીસની જાગૃતતાથી એક પકડાયું આવા કેટલા ડમ્પર બારોબાર નીકળી ગયા હશે તેની તપાસ થવી જોઇએ. (૮.૮)

(11:56 am IST)