Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

માળીયા મિંયાણન નજીક ટેન્કરે ટેન્કરને ઉલાળતા ચાલાક સવસીંગભાઇનું મોત

તવિરમાં મોતને ભેટી ટ્રેકન્ટનો ચાલક અને બંજો વાહનો નજરે પડે છે.(તસ્વીર રજાક બુખારી માળીયા મિંયાણા)

માળાયામયાણ, તા.૪: માળીયા હળવદ સ્ટેટ હાઈવે પર કચ્છ તરફથી પુરપાટ ઝડપે આવતા દુધના ટેન્કર ચાલકે વાધરવા નજીક ટ્રેકટરને ઠોકર મારતા ટ્રેકટર પલ્ટી મારી ગયુ હતુ જેમા ટ્રેકટર ચાલકનુ દ્યટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ.

 પ્રાપ્ત વિગત મુજબ માળીયા હળવદ સ્ટેટ હાઈવે પર વાધરવા અને ભીમસર ચોકડી નજીક કચ્છ તરફથી પુરપાટ ઝડપે આવતા જીજે-૧૨-બીવાય-૯૬૮૩ નંબરના ટેન્કર ચાલકે હાઈવે પર જતા મહીન્દ્રા ટ્રેકટરને હડફેટે લેતા ટ્રેકટર પલ્ટી મારી ગયુ હતુ જેમા પલ્ટી મારી ગયેલા ટ્રેકટર નીચે ટ્રેકટર ચાલક સવસીંગભાઈ નરસિંગભાઈ મીનાવા ટ્રેકટર નીચે દબાઈ જતા આધેડનુ દ્યટનાસ્થળે કરૂણ મોત નિપજયુ હતુ બનાવની ૧૦૮ને જાણ કરાતા ૧૦૮ ટીમના પાયલોટ રસુલભાઈ અને ઈએમટી હિંમતભાઈ દ્યટનાસ્થળે પહોંચીને ટ્રેકટર નીચે દબાઈ ગયેલા ડ્રાઇવરની લાશને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી તેમજ અકસ્માતના પગલે હાઈવે ટ્રાફિક થાય તે પહેલા માળીયા પોલીસ દ્યટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને લાશને પી.એમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(૨૨.૬)

(11:51 am IST)