Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

લીંબડીમાં દલિત સમાજના જૂથોની અથડામણના પ્રકરણમાં પાલિકાના મહીલા પ્રમુખ સહિત ૧૩ સામે ફરીયાદ

મોટાવાસમાં થયેલ અથડામણમાં ઘવાયેલા શખ્સે નોંધાવી ફરીયાદ

વઢવાણ, તા. ૧૭ : લીંબડીના મોટાવાસમાં દલિત સમાજના બે જુથો વચ્ચે જુથ અથડામણ થઇ હતી જેમાં બન્ને જુથના ૧ર સભ્યો ઘાયલ થયા હતા. દરમિયાન આ પ્રકરણમાં એક જુથના પાંચ સભ્યોમાંથી ઘવાયેલા અરવિંદભાઇ પરમાર સામેના જુથના નગરપાલિકાના મહિલા પ્રમુખ સહિત ૧૩ લોકો સામે લાકડીઓ લોખંડના પાઇપ અને તલવાર વડે હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની વિગતો મુજબ લીંબડીની મોટાવાસમાં લીંબડી નગરપાલિકાના પ્રમુખ નાનુબેન ખાનજીભાઇ ચાવડા ઘરે કોઇ સભ્યના જન્મદિનની ઉજવણી કરી પાડોશમાં રહેતા લોકો સાથે અગાઉ થયેલ ઝઘડા અને જુની અદાવાદનું સમાધાન કરા માટે બન્ને જુથના સભ્યો ભંગા થયા હતાં ત્યારે નગરપાલિકા પ્રમુખ પરિવારના સભ્યો સહિત ૧૩ લકોોએ કુંડલીવાળી લાકડીઓ લોખંડની પાઇપ અને તલવાર લઇને સામેના પક્ષના પાંચ વ્યકિતઓ ઉપર હુમલો કર્યા હતો. જેમાં અરવિંદભાઇ મોહનભાઇ પરમાર, પંકજભાઇ, મનીષભાઇ, લક્ષ્મીબેન રીપેશભાઇને ઇજા પહોંચાડવામાં આવી હતી. આ હુમલામાં મોટર સાયકલને નુકશાન કરાયું હતું. આ બનાવમાં ફરીયાદ અરવિંદભાઇ મોહનભાઇ પરમારે લીંબડી પોલીસ મથકમાં નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ જી.જી. પરમાર ચલાવી રહ્યા છે.

જે લોકો સામે ફરીયાદ નોંધાવાઇ છે તેમાં નાનુબેન ખાનજીભાઇ  (લીંબડી પાલિકાના પ્રમુખ), ભરતભાઇ ખાનજીભાઇ ચાવડા જાવીદ , રાજદીપભાઇ, જયેશભાઇ, વિજયભાઇ ખાનજીભાઇ ચાવડા અકરમભાઇ અલાઉદીનભાઇ ઉવેશ કુમાર, જાવીદ અલાઉદીનભાઇ, વિજયભાઇ , મગનભાઇ, જયેશભાઇ વગેરેનો સમાવેશ થાય છે.

(12:48 pm IST)