Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરેન્દ્રનગર અલકા ચોકમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ :હજારો લીટર પાણીનો વેડફાટ :લોકોમાં રોષ

 

સુરેન્દ્રનગરના અલકા ચોક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. પાઇપલાઈનના ભંગાણથી હજારો લિટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ જોવાયો છે પાણી ફેવાથી ક્યાંક સોસાયટીમાં પાણીના સરોવર બની ગયાં છે તો ક્યાંક નદી બની ગઈ છે.

   મળતી વધુ વિગત મુજબ લોકો પાણી માટે બૂમાબૂમ કરતા હોય છે અને બીજી બાજુ ક્યાંક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડે છે ક્યાંક પાઇપલાઇનનો વાલ્વ બગડી-તૂટી જવાથી પાણીનો વ્યય થતો હોય છે.સુરેન્દ્રનગરના અલકા ચોક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી જતાં હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે.

    પાણીની પાઇપલાઇન તૂટવા છતાં તંત્ર હજી પણ અજાણ છે. તંત્રને જાણ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાણી ચારેબાજુ ફેલાઈ જતાં સોસાયટીમાંથી જાણે કોઈ નદી પસાર થતી હોય એવું લાગી રહ્યું છે.

(9:49 pm IST)