Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ભુમાફીયાઓ પાસે જમીન મુકત કરવાની માંગ સાથે પીપાવાવ પાસે ચક્કાજામઃ ટાયરો સળગાવ્યા

અમરેલી, તા., ૧૬: અમરેલી જીલ્લાના પીપાવાવ ગામ પાસે ભુમાફીયાઓ પાસેથી જમીન મુકત કરવાની માંગ અને આજે બપોરે ચક્કાજામ કરીને ટાયરો સળગાવીને રોષ વ્યકત કર્યો હતો.

પ્રાપ્ત માહીતી મુજબ છેલ્લા થોડા દિવસોથી ભુમાફીયાઓ પાસેથી જમીન મુકત કરાવી આપવાની માંગણી સાથે આંદોલન શરૂ કરાયું છે.

જે આંદોલને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. અને આંદોલન કારીએ  દ્વારા પીપાવાવ પાસે ટાયરો સળગાવીને ચક્કાજામ કરતા વાહન વ્યવહારોને ભારે અસર પડી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડયો હતો.

(4:14 pm IST)