Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પપ૦ ગૌવંશના મોતના મામલે તોરણીયાની ગૌશાળાના પ્રમુખ વિરૂદ્ધ નોંધાતો ગુનો

પશુ નિભાવણીની રકમ લઇ વિશ્વાસઘાત કર્યો

 જુનાગઢ, તા. ૧૬ : પપ૦ ગૌવંશના મોતના મામલે તોરણીયાની ગૌશાળાના પ્રમુખ વિરૂદ્ધ જૂનાગઢ મનપાની ફરીયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મહાનગર જૂનાગઢમાં રખડતા અને નધણિયાતા ૭૯૮ પશુઓ જૂનાગઢ તાલુકાના તોરણીયા ગામની રામાપીર ગૌશાળાને જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી ફાળવવા માટે આપવામાં આવેલ.

તેમજ ર૦ પશુદીઠ રૂ. ૩૦૦૦ના નિભાવણી ખર્ચ માટે રૂ. ર૩.૬૭ લાખની રકમ ગૌશાળાને આપવામાં આવી હતી.

તેમ છતાં ગૌશાળાએ ગૌવંશ પશુઓની યોગ્ય રીતે સંભાળ રાખેલ નહિ અને કેટલાક પશુઓ અન્યને આપી દીધા હતા.

ઉપરાંત સાર સંભાળના અભાવે પપ૦ ગૌવંશ પશુના મૃત્યુ નિપજયા હતાં.

આખરે ગઇકાલે મોડી સાંજે જૂનાગઢ મનપાની કેટલ પાઉલ્ડ શીખવા રાયદેભાઇ સવાભાઇ ડાંગરે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગૌશાળાના પ્રમુખ ધીરૂભાઇ સાવલીયા વગેરે વિરૂદ્ધ વિશ્વાસઘાત વગેરેનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.વિશેષ તપાસ પીએસઆઇ પી.વી. લક્કડ ચલાવી રહ્યા છે.

(4:00 pm IST)