Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અભદ્ર ટિપ્પણી મુદ્દે બાબરામાં ભરવાડ સમાજ દ્વારા રેલી-આવેદન

 બાબરા, તા., ૧૬:  નીલવડા રોડ ગૌપાલક છાત્રાલય સંકુલ ખાતે બાબરા તાલુકાના ૧૦૦૦ જેટલા ભરવાડ સમાજના યુવાનો આગેવાનો એકત્ર બની સ્થાનીક મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી આવેદન પત્ર આપ્યું હતું.

પત્રમાં જણાવ્યા મુજબ ભરવાડ સમાજ તથા કોળી સમાજમાં વૈમન્સ્ય કરાવવા માટેના ઇરાદે કોઇ અસામાજીકો દ્વાા બંન્ને જ્ઞાતિ વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરતો વિડીયો વાઇરલ કરવામાં આવ્યો છે. આ બાબતે ભાવનગર પોલીસ દ્વારા વિડીયો વાઇરલ કરનારા હીરેન બાબુભાઇ રાણાવાડીયાની ધરપકડ કરવામાં આવી છે. વધુ બે શખ્સો બાબુ ઉર્ફે બાલુ ગોબર વાઘેલા રે. નાની કુંડળ ઘનશ્યામ વાઘાભાઇ રાઠોડ રે. નાની કુંડળની તુરંત મદદગારી કરવા અંગે ધરપકડ કરી ગુનો દાખલ કરવા માંગ ઉઠાવી છે.

રાજયમાં બંન્ને કોમ વચ્ચે શાંતી સુલેહભર્યુ વાતાવરણ જળવાઇ રહે તેવા ઉમદા હેતુ તેમજ અન્ય સમાજો સુખેથી રહે તેવા ઇરાદે આપેલા પત્રમાં આરોપીને કડક સજા કરવા માંગ કરતા પોકારો થવા પામ્યા હતા.સ્થાનીક આગેવાન શ્રી ખોડાભાઇ રાતડીયા દ્વારા તમામને શાંતી રાખવા તથા કાયદો કાયદાનું કામ કરી અને આવા અસામાજીકો સામે કામગીરી કરવા વિશ્વાસ વ્યકત કરે છે.

(3:59 pm IST)