Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જેતપુર દેનાબેકમાં રાજકોટની મહિલાના નામે ૩૦ લાખના બદલે ૯૯ લાખની લોન ઉપાડી લીધી!

કાંતાબેન ચાવડાએ પુત્રને ટ્રકની લોન લેવાની હોય મકાનની ફાઇલ આપતા મેનેજર સુરેશચંદ્ર શાહ, રાજકોટના દિગ્વિજયસિંહ અને તેનાભાઇ ઇન્દ્રસિંહ ચુડાસમાએ છેતરપીંડી કરતા જેતપુર પોલીસમાં ફરીયાદ

 જેતપુર તા.૧૬: રાજકોટની મહીલાને તેના પુત્ર માટે ટ્રક લેવા લોન કરાવી આપવાનુ કહી જેતપુરની બેંકના મેનેજર સાથે મળી રૂપિયા ૩૦ લાખના બદલે ૯૯ લાખની લોન ઉપાડી છેતરપીંડી કર્યાની ફરીયાદ મહીલાએ જેતપુર પોલીસમાં નોંધાવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના રાજનગર વિસ્તારમાં રહેતા કાન્તાબેન નાનજીભાઇ ચાવડાને તેના નાના દિકરા માટે ટ્રક લેવા માટે લોન  લેવી હોય તેમનો સંપર્ક રાજકોટના દિગ્વીજયસિંહ સતુભા ચુડાસમા (રહે જામનગર રોડ માધાપર ચોકડી) સાથે થતા કાંન્તાબેને લોન લેવા માટેની વાત કરતા દિગ્વીજયસિંહે તેમને જેતપુરની દેનાબેંકમાંથી લોન અપાવી દેવાની વાત કરેલ.જેથી કાન્તાબેનના ઘેર જઇ મકાનના દસ્તાવેજની ફાઇલ ચેક કરેલ જે યોગ્ય હોવાનુ કહી અઢી વર્ષ પહેલા જેતપુરની દેનાબેંક ખાતે આવવાનુ જણાવેલ. કાંતાબેન તેમના મકાનના અસલ દસ્તાવેજની ફાઇલ લઇ જેતપુર આવેલ ત્યાં દિગ્વીજયસિંહ તેનાભાઇ ઇન્દ્રસિંહ અને બેંન્ક મેનેજર શુરેષચંદ્ર શાહ ત્રણેયે મળી ૩૦ લાખની લોન મળી જશે તેમ કહી કાંન્તાબેનના દસ્તાવેજની ફાઇલ લઇ રૂપિયા ૩૦ લાખ આપી દીધેલ બાદમાં તેમને ત્યાં દેનાબેન્કમાંથી ૩૦ લાખના બદલે રૂ.૯૯ લાખની લોન લીધેલ હોવાના કાગળો આવતા તેમની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડતા જેતપુર શહેર પોલીસમાં દેના બેન્ક મેનેજર સહીત રાજકોટના ૨ શખ્સો એ મળી ત્રણેય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ૩ શખ્સો વિરૂધ્ધ ૪૦૬,૪૨૦, મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)