Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સાયલા પાસે રતનપરમાં મંદિરમાં બુકાની ધારી લુંટારૂ ત્રાટકયાઃ પુજારી અને ભગતને મારામારી ૨૫ હજારની લૂંટ

પુજારી ભવાનીગીરી અને અપંગસેવક ધીરૂભાઇ ઘાધંલને માર મારતા સારવાર માટે રાજકોટ ખાસેડાયા

રાજકોટ, તા.૧૬: સાયલાના રતનપર ગામ પાસે આવેલ વાસુકીદાદાના મંદિરના પૂજારી અને અપંગ ભગતને મારમારી ધમકાવી ઓરડીમાં પુરી દઇ રૂ. ૨૫ હજારની મતાની લૂંટ ચલાવી પાંચ બુકાની ધારી લૂંટારૂઓ નાસી ગયા હતા. પુજારી અને અપંગ ભગતને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ શાપર વેરાવળ નજીક આવેલ સાયલા તાલુકાના રતનપર ગામમાં આવેલ વાસુકીદાદાના મંદિરમાં રહેતા પુજારી ભવાનીગીરી શંકરગીરી(ઉ.વ.૬૦) તથા ત્યાં સેવા પૂજા કરતા અપંગ ધીરૂભાઇ ઘાધંલ તા.૧૩/૫ ના રોજ મંદિરમાં હતો. અને રાત્રે પુજારી ભવાનીગીરી મંદીરની બાજુમાં આવેલ ઓરડીમાં સૂતા હતા. ત્યારે મોડીરાત્રે આશરે બે વાગ્યના અરસામાં પાંચથી છ બુકાની ધારી શખ્સો મંદિરમાં પ્રવેશ કરી ઓરડીના દરવાજામાંથી હાથ નાખી આગરીયો ખોલી રૂમમાં પ્રવેશ કરી પૂજારીને ઢીકા પાટુનો મારમારી ધમકાવી કંઇક સુંઘાડી બે ભાન કરી દીધા હતા. અને બહાર સૂતેલા અપંગ સેવકને ઢીકા પાટુનો મારમારી બંનેને રૂમમાં પૂરી દીધા હતા. અને લૂંટા રૂઓ રૂમમાંથી કપડા તથા રૂ.૧૫૦૦૦ મળી રૂ.૨૫ હજારની લૂંટ ચલાવી નાસી ગયા હતા. સવારે પૂજારી ભાનમાં આવ્યા ત્યારે રૂમમાં સામાન વેરવીખેર જોવા મળ્યો હતો. બાદ જાણ કરતા ગામના સરપંચ સહિતે સાયલા પોલીસ પથંકમાં જાણકરી હતી લૂટારૂઓએ પૂજારી ભવાનીગીરીને ઢીકાપાટુનો મારમારવાના કારણે દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે સાયલા પોલીસે તપાસ આદરી છે.

(12:00 pm IST)