Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરેન્દ્રનગર શહેરના રસ્તાઓનું રીપેરીંગ કામ ઝડપથી પૂર્ણ કરવા કલેકટરની તાકિદ

સુરેન્દ્રનગર, તા.૧૬: સુરેન્દ્રનગર શહેરમાથી પસાર થતા માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને નેશનલ હાઇવે હસ્તકના રસ્તાઓ અને પીવાના પાણીની પાઇપ લાઇનનું રીપેરીંગ કામની સમિક્ષા અર્થે કલેકટરશ્રી કે. રાજેશના અધ્યક્ષસ્થાને સબંધિત ખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી કે. રાજેશે ઉપસ્થિત નેશનલ હાઇવે, નગરપાલિકા સહિતના સબંધિત વિવિધ ખાતાઓના અધિકારીઓને સુરેન્દ્રનગર શહેરમા ચાલતા રસ્તાઓના મરામતના કામોની કામગીરી તાત્કાલિક ધોરણે પુરી કરવા તાકિદ કરી હતી.

કલેકટરશ્રીએ આગામી ચોમાસાને ધ્યાને લઇ શહેરીજનોને અવર જવર તથા પરિવહનની સુવિધામા અડચણ ઉભી ન થાય તે માટે રસ્તાઓના રીપેરીંગની આ કામગીરીને અગ્રતા આપી તાત્કાલિક પુરી કરવા પણ સબ ંધિત ખાતાના અધિકારીઓને સુચના આપી હતી. તેમણે રસ્તાઓની સાથે સાથે શહેરી વિસ્તારના પીવાના પાણીની પાઇપ લાઇનના રીપેરીંગના કામો પણ સમય મર્યાદામાં પુર્ણ થાય તે અ ંગે તાકિદ કરી હતી. તેમણે આ તકે ટાવર થી ટી.બી. હોસ્પિટલ સુધીના રસ્તાઓનું રીપેરીંગ કામ ઝડપથી પૂર્ણ થાય તે બાબતે પણ સુચના આપી હતી.

આ બેઠકમા ં નિવાસી અધિક કલેકટરશ્રી ચંદ્રકાંત પંડયા, કાર્યપાલક ઇજનેરશ્રી આર.એન. માથુર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી જે.એસ.મણીયાર, નગરપાલિકા પ્રમુખશ્રી વિપીનભાઇ ટોલીયા, ઉપપ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડયા, નગરપાલિકાના ઇજનેરશ્રી હેરમા, જી.યુ.ડી.સી.ના ભરતભાઇ રૂપાલા સહિત સબંધિત એજન્સીઓના કોન્ટ્રાકટરો ઉપસ્થિત રહયા હતાં.

(11:50 am IST)