Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમરેલીનાં વાંકીયામાં અશ્વિન પેથાણી દ્વારા ૫ ગામ દત્તક

અમરેલીઃ તાલુકાના વાંકિયા ગામના વતની અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ બિલ્ડર તથા કોર્પોરેટર અશ્વિનભાઈ બાબુભાઈ પેથાણીએ સરકારશ્રીના જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા માટે તથા માદરે વતનના ગામડાઓની પાણીની સમસ્યા નિવારવા માટે તાલુકાના વતન વાંકીયા સહિત પાંચ ગામ દતક લઈને પ્રેરણાદાયી લોકપ્રતિનિધિ તરીકેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ ત્યારે વતન વાંકીયા ગામે સહકારી આગેવાન નાફસ્કોબના ચેરમેન દિલીપ સંઘાણી તથા જિલ્લા સંઘના ચેરમેન શરદ લાખાણીની ઉપસ્થિતિમાં મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે જિલ્લાના આગેવાનો ખોડલધામના ટ્રસ્ટી વસંત મોવલીયા, પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી, ખોડલધામ કન્વીનર રમેશ કાથરોટીયા, લાયન્સ કલબ મેઈન પ્રમુખ કાંતીભાઈ વઘાસિયા, પટેલ સંકુલના કેમ્પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, ઔદ્યોગિક રત્નો વિજયભાઈ દેસાઈ (ચિતલ), અગ્રણી યુવા બિલ્ડર હિરેન બાંભરોલીયા, ખોડલધામ જિલ્લા સહ કન્વીનર સુરેશ દેસાઈ, જિલ્લા ભાજપના પદાધિકારી કૌશિક વેકરીયા, દિપક વઘાસિયા, વિઠ્ઠલ ત્રાપસીયા, ડાયનેમિક ગ્રુપના પ્રમુખ હરેશ બાવીશી, રણજીતભાઈ વાળા, નિમેષ બાંભરોલીયા, જયંતિભાઈ પાનસુરીયા વિ. આગેવાનોએ વતનની મદદ બદલ ઉદ્યોગપતિ કોર્પોરેટર અશ્વિન પેથાણીનું સન્માન કરાયુ હતું. માદરે વતન વાંકિયાગામને જળસિંચન અભિયાનમાં દતક લેવા બદલ ગામના આગેવાનો લાભુભાઈ અકબરી, નિરજભાઈ અકબરી, દિલુભાઈ વાળા, અમિત રાદડીયા (રાણો), બાબુભાઈ કાનાણી, અશ્વિનભાઈ અકબરી, નનુભાઈ પેથાણી, વિઠ્ઠલભાઈ કથિરીયા, કનુભાઈ કાનાણી, હસમુખ પેથાણી વિ.એ આવકારીને ગામ સમસ્ત સન્માન કર્યુ હતું. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(11:49 am IST)