Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જુનાગઢ ડિસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સીપાલ જજ ડી.ટી. સોની સહિતને વિદાયમાન

જુનાગઢ : તાજેતરમાં ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન અને ત્રિમૂર્તિ હોસ્પિટલ પરિવાર તરફથી ડિસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સીપાલ જજશ્રી ડી.ટી. સોની સહિત અન્યોને બદલી વિદાય આપવાનો એક કાર્યક્રમનું ડો. ડી.પી. ચિખલીયા દ્વારા આયોજન કરાયું હતું જે અંતર્ગત શ્રી ડી.ટી. સોની જજશ્રી જાગૃતિબેન પરમાર અને ત્રિમુર્તિ હોસ્પિટલના ડો. નવીનકુમાર કર્ણને ડો. ડી.પી. ચિખલીયાએ મોમેન્ટો સાલ તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં મેયર આધાશકિતબેન મજમુદાર એસ.પી. નિલેશ જાજડીયા મેડીકલ કોલેજના ડીન શ્રી રાઠોડ વેપારી અગ્રણી નટુભાઇ ચોકસી સરદાર પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ એડવોકેટ કિરીટભાઇ સંઘવી મહાત્મા ગાંધી સ્કુલ ઓફનર્સિગ ના અમૃતભાઇ પોકિયા ડિસ્ટ્રીકટ કોર્ટના જજશ્રીઓ ડો. જી.કે. ગજેરા કરશનભાઇ ધડુક સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં શ્રી ડી.ટી. સોનીને મોમેન્ટો આપતા ડો. દેવરાજ ચિખલીયા તેમજ એસ.પી. નિલેશ જાજડીયા તેમજ જાગૃતિબેનનું મોમન્ટો આપી સન્માન થઇ રહ્યું છે. અને ડો. નવિનકર્ણ ઙ્ગતે વિદાય આપતા શ્રી ચિખલીયા સાથે ડો. શૈલેષ જાદવ ડો. અમિત ભુવા સહિતના નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:48 am IST)