Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જૂનાગઢ : ઓબીસીના દાખલા અંગે રજૂઆત

 જૂનાગઢ : ગુજરાતમાં પ્રજાપતિ - કડીયા જ્ઞાતીની ૪૦ લાખ જેટલી વસ્તી છે. આ જ્ઞાતિ માટીકામ, કડિયાકામ, ઇંટો પથ્થરનું મહેનતવાળુ કામ કરનારી જ્ઞાતી છે. આ જ્ઞાતિનો બક્ષીપંચમાં સમાવેશ થયેલ છે. તેમજ કેન્દ્ર સરકારની યાદીમાં પણ કુંભારના ટાઇટલ નીચે તમામ પેટા જ્ઞાતિઓનો સમાવેશ થયેલ છે પરંતુ તાલુકા કક્ષાએ પ્રમાણપત્રો મેળવવામાં વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે.કેન્દ્ર સરકારે ઓબીસીમાં સમાવેશ કર્યા બાદ લીસ્ટ ૨૦૧૪માં કેન્દ્ર સરકારે મુખ્ય કુંભાર જ્ઞાતીની પેટા જ્ઞાતિઓને અલગ નંબર આપી મુળ કુંભાર શબ્દને શરત ચુકથી રદ કરેલ છે. આ ભૂલ સુધારવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દરખાસ્ત કરે તે માટે વડોદરાના માજી મેયર - માજી ધારાસભ્ય તથા સંઘના પ્રમુખ અને માટી કામના કલાગીરી બોર્ડના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિ, ગુજરાત પછાત નિગમના ચેરમેન અને આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ), જૂનાગઢ કડીયા જ્ઞાતિના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ, સંઘના મહામંત્રી દામજીભાઇ સતાપરા તથા સમર્થન સમિતિના પ્રમુખ જેન્તીભાઇ મનાણી વગેરેએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળી આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીએ ખાત્રી આપી હતી તે તસ્વીર.

(11:47 am IST)