Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મેંદરડા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ

મેંદરડા તા. ૧૬: અહિના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક પુરજોશમાં ચાલુ થતા હરરાજી કરવામાં આવતા પ્રથમ દિવસે રૂ. ૨૫૦ થી લઇ રૂ. ૮૦૦ સુધીના ભાવે બોકસનું વેચાણ થવા પામેલ હતું.

ધીરે ધીરે કેરીની આવક વધશે એટલે ભાવ પણ દબાશે અત્યારે સરેરાશ ૩૫૦ રૂપિયાનો ભાવ રહયો હતો.

ઉલ્લેખનીય છે કે ગત સાલ કેરીની હરરાજી પ્રથમ દિવસે કેસર કેરીના બોકસની આવક તથા સારી કેરીના ભાવમાં નોંધપાત્ર વધારો થતા ઉત્પાદક કિશાનોએ સંતોષ વ્યકત કર્યો હતો અને આ વખતે મોટા ફળો ની આવક શરૂ થઇ હતી.

દર વર્ષની જેમ આ વખતે પણ મેંદરડા માર્કેટમાં આર.કે. દલાલ, વલીભાઇ કાનાબાર, અકી કોરડીયા, લાલુ કોરડીયા, બોદુ કોરડીયા, કિશોર ભાઇ ધાધલ દ્વારા કેરીની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ તલાલા, સાસણ, મેંદરડા થી દરરોજ ટનમાઢે કેરી બહાર મોકલવામાં આવે છે તેમજ તાલાલા પંથકની ખુશ્બુદાર કહેવાતી મીઠી કેસર કેરીનો વિશ્વમાં પ્રથમ સ્થાને છે. તેમજ મેંદરડા માર્કેટમાં કેસર કેરીના બોકસની દરરોજ હરરાજીથી વહેચાણ કરવામાં આવે છે.

(11:44 am IST)