Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઉનામાં નજીવી બાબતમાં માતાને દીકરા અને વહુએ માર માર્યો

ઉના, તા. ૧૬ : નજીવી બાબતમાં માતા ઉપર દિકરા અને વહુ એ લોખંડની ઘોડીવતી મારમારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.

શિક્ષક સોસાયટીમાં રહેતા રેખાબેન દિલીપભાઇ રામેશ્વર ભટ્ટ (ઉ.વ.પ૮) ને રાત્રીના સમયે તેમના દિકરા કપીલ દિલીપભાઇ ભટ્ટને એર-કન્ડીશન મશીનમાંથી નીકળતું પાણીની નળી બારી પાસે રાખવાની ના પાડતા કપિલ ભટ્ટ તથા તેની પત્નીએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી લોખંડની ઘોડાવતી માતાને મારમારી મુઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવી છે.

(11:37 am IST)