Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જસદણ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન પદે બીજલભાઈ ભેસજાળીયાએ ચાર્જ સંભાળ્યો

જસદણ, તા. ૧૬: જસદણ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં જસદણ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન પદે બીજલભાઈ પોલાભાઈ ભેસજાળીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેના પગલે જસદણ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન પદે બીજલભાઈ ભેસજાળીયાએ જસદણ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા, ઉપપ્રમુખ રેખાબેન પંકજભાઈ ચાંવ, વર્ષાબેન સંજયભાઈ સખીયા, ભાવેશભાઈ વદ્યાસીયા, સંજયભાઈ હીરપરા, હસુભાઈ રોકડ, પ્રવિણભાઈ દ્યોડકીયા, મીઠાભાઈ છાયાણી, ભાજપ કાર્યાલય મંત્રી અમિતભાઈ ત્રિવેદી સહિતનાઓની હાજરીમાં વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

નગરપાલિકા કચેરીનાં મીટીંગ હોલ ખાતે પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જે સામાન્ય સભા જસદણ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર વી.એલ.ધાનાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. પરંતુ જસદણ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન પદને લઈ સામાન્ય સભામાં ઉગ્ર વાતાવરણ સર્જતાં પોલીસ જાપ્તા વચ્ચે કારોબારી ચેરમેન પદનાં નામની જાહેરાત કરવામાં આવી હતી અને અંતે પાર્ટીનાં મેન્ડેટ મુજબ પાલિકાના કારોબારી ચેરમેન પદે બીજલભાઈ ભેસજાળીયાની બિનહરીફ વરણી કરવામાં આવાતા તાજેતરમાં તેમણે ચાર્જ સાંભળ્યો હતો.

(11:35 am IST)