Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

માંડવીના ગુંદીયાળી ગામે પતિ સામે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાની પત્નીની ફરિયાદ

ભુજ તા.૧૬: માંડવીના ગુંદીયાળી ગામની પરીણીતાએ પોતાના પતિ વિરૂધ્ધ મારપીટ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય વારંવાર આચરવાની ફરિયાદે ચકચાર સર્જી છે. આ ફરિયાદમાં સસરાએ અભદ્ર માંગણી કરી હોવાની અને સાસરીયાને આ અંગે જણાવતા પતિ,દિયર,સાસુ,નણંદે મારપીટ કરી હોવાનું પણ જણાવાયુ છે. તા.૧૧-૫-૧૭ થી ૨૯-૬-૧૭ દરમ્યાન બનેલા આ બનાવ સંદર્ભે પરિણીતાએ ગુદીયાળી (માંડવી)માં રહેતા પોતાના પતિ અવિનાશ શામજી મહેશ્વરી, સસરા શામજીખીમજી મહેરવરી,સાસુ નેણબાઇ, જેઠ સુમન અને નણંદ મોનિકા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)