Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મહત્તમ તાપમાનમાં ફરી વધારોઃ કાળઝાળ ગરમી

એક દિવસ ગરમીમાં સામાન્ય ઘટાડો રહયા બાદ આકરો ઉનાળો જામ્યોઃ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી નજીક

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ સાથે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અને મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થઇ જતાં ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. અને બપોરના સમયે ગરમીની વધુ અસર પડી રહી છે.

જોકેે, મહત્તમ તાપમાનનો પારો એક દિવસ માટે ૪૪ ડિગ્રી નીચે ઉતરી જતા ગરમીમા સામાન્ય રાહતનો અનુભવ થઇ રહયો છે.

રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર કચ્છમાં ગઇકાલે એક દિવસ ગરમીમાં સામાન્ય રાહત રહયા બાદ આજે ગરમીનો પારો ફરી ઉંચકાયો હતો. કાલે રાજયમાં સોૈથી વધુ તાપમાન સુરેન્દ્રનગરનું ૪૪.૦ ડિગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટ અને ગાંધીનગરનું તાપમાન ૪૩.૦ ડિગ્રી નોંધાયું હતું.

જયારે અમદાવાદ ૪૨.૯, અમરેલી ૪૨.૨, વલ્લભ વિદ્યાનગર ન્યુ કંડલા, ડીસામાં ૪૨.૦ ડિગ્રી, વડોદરા ૪૧.૦, ભુજ ૪૦.૦, ભાવનગર ૩૯.૮, મહુવા ૩૬.૪, વેરાવળ ૩૩.૪, દ્વારકા ૩૩.૬ ઓખા ૩૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

તરઘડીયાનો અહેવાલ

ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણકૃષિ મોૈસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા તરફથી જણાવવામાં આવે છેકે, ઉતર સોૈરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટઃ જીલ્લામાં તા. ૧૬ થી તા. ૨૦ હવામાન સુકું, ગરમ, અને મુખ્યત્વે વાદળછાયું રહેશે. પવનની દિશા પશ્ચિમ અને વાયવ્યની રહેવાની અને પવનની ઝડપ ૧૪થી ૧૭ કિ.મી/કલાક રહેવાની શકયતા છે. આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૪૧-૪૨ ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૨૭ ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

જામનગર

 જામનગર : જીલ્લામાં તા. ૧૬ થી તા. ૨૦ હવામાન સુકું, ગરમ અને મુખ્યત્વે વાદળછાયું રહેશે. પવનની દિશા પશ્ચિમ અને વાયવ્યની રહેવાની અને પવનની ઝડપ ૧૭થી ૨૧ કિમી/કલાક રહેવાની શકયતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૫-૩૬ ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૨૮ ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

જામનગર શહેરનું તાપમાન ૩૮ મહત્તમ, ૨૪.૫ લઘુત્તમ, ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ં૧૪.૦૨ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

અમરેલી

અમરેલી : જીલ્લામા તા. ૧૬ થી તા. ૨૦ હવામાન સુકું, ગરમ અને મુખ્યત્વે વાદળછાયું રહેશે. પવનની દિશા વાયવ્ય અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૧થી ૧૮ કિમી/કલાક રહેવાની શકયતા છે. આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૨-૪૩ ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૮-૨૮ ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર : જીલ્લામાં તા.૧૬ થી તા.૨૦ હવામાન સુકું, ગરમ અને મુખ્યત્વે વાદળછાયું રહેશેે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૭થી ૨૩ કિમી/કલાક રહેવાની શકયતા છે. આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૧-૪૨ ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૨૭ ડિગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

(11:20 am IST)