News of Tuesday, 17th April 2018

આ વર્ષનુ ચોમાસુ કેવું રહેશે ? કાલે અખાત્રીજના પવનના આધારે આગાહી

બગસરા, તા. ૧૭ : હોળીની જાળ અને ચૈત્રી દનૈયા પૂર્ણ થયા બાદ આ વર્ષનું ચોમાસુ દેવુ રહેશે તે માટે મહત્ત્વના એવા અખાત્રીજના વહેલી સવારના પવનના અણસાર જોવાશે અને વરસાદ અંગેના સંકેત પવનના રૂખ ઉપરથી જાણવા મળશે. આ વર્ષે હોળીની જાળ અને ચૈત્રી દનૈયા બંને દ્વારા સારા ચોમાસાના અણસાર આપવામાં આવ્યા છે.

બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર તારીખ ૧૮ એપ્રિલના વહેલી સવારના ત્રણથી છ વાગ્યાના પવન પરથી અભ્યાસુઓ આગામી ચોમાસા વિશે અનુમાન કરતા હોય છે. અખાત્રીજનો પવન વાયવ્ય દિશામાંથી વાય અને અગ્નિ દિશા તરફ જાય તો વરસાદ સારો પડે છે, પરંતુ જો પવન અગ્નિથી વાયવ્ય તરફ જાય તો દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે.

પશ્ચિમથી પૂર્વ તરફ જાય તો પણ ચોતરફ વનરાજી ખીલી ઉઠવાના એંધાણ મળતા હોય છે તો અખાત્રીજના પવનનો અભ્યાસ કરવા સર્વ ખેડૂતો તથા જાણકારોને અનુરોધ કરાયો છે.(૮.૬)

(10:04 am IST)
  • હૈદરાબાદઃ મક્કા મસ્જીદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આસિમાનંદજી સહિત તમામ મુખ્ય આરોપીને નિર્દોષ છોડી મુકતી અદાલત: ૨૦૦૭માં હૈદરાબાદની પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયેલ, જેમાં ૯ના મોત નિપજ્યા હતાં અને ૫૪ લોકોને ઇજા થઇ હતીઃ જુમ્માની નમાઝ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો access_time 12:46 pm IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • પૂર્વ સાંસદોને અપાનાર પગાર, ભથ્થા અને પેન્સનની બંધારણીય જોગવાઇને પડકારતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે આજે ફગાવી દીધી છે access_time 12:46 pm IST