Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અનિયમિતતા અને ફરજમાં બેદરકારીને લીધે જસદણ પાલીકાના ચીફ ઓફિસર સંતોકી ફરજ મુકત

જસદણઃ પાલીકામાં નવ માસ પૂર્વે કરાર આધારિત નિમણુક પામેલા નિવૃત મામલતદાર જી.જી.સંતોકીને તાત્કાલીક અસરથી ફરજમુકત કરવા રાજકોટ કલેકટરે હુકમ કર્યો છે.

પાલીકામાં ચીફ ઓફિસર તરીકે છેલ્લા નવ માસથી નિવૃત મામલતદાર જી.જી.સંતોકી કરાર આધારિત ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જસદણ નગરપાલીકામાં અનેક ગેરરીતીની ઉચ્ચકક્ષાએ રજુઆતો થઇ હતી. રાજકોટ કલેકટરે કરેલા હુકમમાં જણાવ્યા મુજબ પ્રાંત અધિકારી જસદણના તપાસ અહેવાલ સહિતની તપાસ સંદર્ભે ચીફ-ઓફિસર જી.જી.સંતોકીની જસદણ નગરપાલીકા કચેરીમાં અનિયમીતતા અને ફરજમાં બેદરકારી બદલ કરાર આધારિત નિમણુકની શરત નં.૨૧ મુજબ કરારનો અંત લાવીને તા.૧૬-૪-૧૮થી ફરજ મુકત કરવામાં આવ્યા છે. અન્ય નિમણુક ન થાય ત્યા સુધી જસદણ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વી.એલ.ધાનાણીને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનું હુકમમાં જણાવવામાં આવ્યુ હોવાથી શ્રી સંતોકીએ ચાર્જ છોડી દીધો હતો અને નાયબ મામલતદાર વી.એલ.ધાનાણીએ ચીફ ઓફિસરનો ચાર્જ સંભાવ્યો હતો. ચીફ ઓફિસર સંતોકીન ફરજમુકતના પ્રકરણમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રોડના કામો કરનાર એજન્સીઓને રકમ ચુકવવની ઉચ્ચ કક્ષાણું મનાઇ કરી હોવા છતા ચોક્કસ કારણોસર મોટી રકમની ચુકવણી વિવિધ એજન્સીઓને કરવામાં આવી હતી.

(8:19 pm IST)