Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ભાવનગરમાં સામાન્‍ય બાબતમાં બે યુવકોએ સામસામી છરી ઝીંકી દીધીઃ બંન્ને સારવારમાં

ભાવનગરઃ ભાવનગરમાં સામાન્‍ય બોલાચાલીમાં બે યુવકોએ સામસામી છરી ઝીંકી દેતા બંન્નેને સારવારમાં હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

સામાન્ય બોલાચાલી દરમિયાન 2 યુવાનો સામ સામે આવી ગયા હતા. પહેલો બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. પરંતુ ધીમે ધીમે મામલો ગરમાતા બંને આમને સામને આવી ગયા હતા. અને એક બીજા સાથે હાથ ચાલાકી પર ઉતરી આવ્યા હતા. જેમાં મામલો વધુ ગરમાયો હતો. જેથી બંને યુવાનોએ સામ સામે છરીના ઘા ઝીંક્યા હતા.

બંને એક બીજાને છરીના ઘા મારતા એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તે ગંભીર યુવાન સહિત બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે એકની હાલત વધુ ગંભીર હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાવમાં આવ્યું છે. મહત્વનું છે કે સમગ્ર ઘટના ભાવનગરના વૈશાલી ટોકિઝ પાસે બની હતી. અને સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીની સમગ્ર ઘટના આગળની તપાસ હાથ ધરી છે.

(7:31 pm IST)
  • સાઉદી અરબમાં હિલચાલઃ ૨૪ મુસ્લિમ રાષ્ટ્રો સાથે યુદ્ધ અભ્યાસઃ ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલા ખાળવા ઈસ્લામિક રાષ્ટ્રો એક બની રહ્યા છે...: દુનિયા ખતરનાક દિશામાં જઈ રહી છેઃ અમેરિકા-બ્રિટન જેવા ખ્રિસ્તી રાષ્ટ્રોના હુમલાના પ્રતિકાર માટે ઈસ્લામિક રાષ્ટ્રોની તૈયારીઃ સાઉદી અરબે પાકિસ્તાને અલગ રાખ્યું access_time 11:32 am IST

  • હજુ બે દિવસ ગરમીનો પારો ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે જોવા મળશેઃ બાદ આંશિક ઘટાડો સંભવ: રાજકોટમાં ૩૯.૪ ડિગ્રી : પવનની ગતિ ૧૨ કિ.મી. : આગામી દિવસોમાં સાંજના સમયે પવનનું જોર જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં વાદળો પણ જોવા મળે access_time 4:13 pm IST

  • વડોદરાના ગાયત્રીનગર સોસાયટીના રહીશો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત મામલે સીઆઈડી ક્રાઈમ અને વડોદરા પોલીસે નોંધેલા ગુન્હામાં જામીન મેળવવા ૫ ગુન્હાના આરોપી ડોલી પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજી ફગાવી દેવાઈ access_time 4:56 pm IST