Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભાવનગર-સુરત વચ્ચે સસ્તી વિમાન સેવાનો પ્રારંભ

રાજયના પવિત્ર યાત્રાધામો અને શહેરોમાં વ્યવસ્થા શરૂ કરશેઃ ભુપેન્દ્રસિંહ ચુડાવમા

ભાવનગર તા. ૧૬ : એર ઓડીસા દ્વારા નવીન ઉડાન સેવાનો પ્રારંભ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-ભાવનગર અને ભાવનગરથી સુરત જવા રવાના કર્યું હતું. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રેલ્વે, બસ, રસ્તા, માર્ગે સમયનો ઘણોજ બગાડ થતો હતો આ સેવાના લીધે સામાન્ય પ્રજાજનો વેપારીભાઇઓ, તેમજ સમાજના નબળા વર્ગના પ્રજાજનોને ટુંકા સમયમાં લાંબા અંતરને ટુંકુ કરવામાં આવ્યું છે અને ગુજરાતના અન્ય પવિત્રધામો અને મોટા શહેરમાં પણ આ વ્યવસ્થા પુરી પાડવાના પ્રયત્નો ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે પણ પ્રાસંગીક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નો થકી સમગ્ર ભારતમાં સૌ પ્રથમ ગુજરાતમાં આવી સેવાનો પ્રારંભ થયેલ છે. જે બદલ ગુજરાતના પનોતા અને દેશના  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ભાવનગરના પ્રથમ નાગરીક અને મેયર નીમુબેન બાંભણીયા, પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, શ્રી અમ.એ. ગાંધી પોલીસ અધિકારીશ્રી ઠાકુર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી, શીપ એસોસીએશન, ટ્રાવેલ એજન્ટ એસોસીએશન, ભાવનગર ડાયમંડ એસોસીએશન ભાવનગર બિલ્ડર્સ એસોસીએશનના તમામ પદાધિકારીઓએ આ નવીન ઉડાન માટે પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.(૬.૧૮)

 

(4:42 pm IST)