Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

લોકોના અણઉકેલ પ્રશ્નો માટે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો અપાશેઃ અમિતભાઇ ચાવડા સોમનાથ મહાદેવના દર્શને

વેરાવળ-પ્રભાસપાટણ તા. ૧૬: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા તેમજ વિરધ પક્ષના નેા પરેશ ધાનાણી એ સોમનાથ દાદાને શિશ ઝુકાવેલ હતા ત્યારે પ્રદેશ પ્રમુખે ગીર સોમનાથ જીલ્લાની કારોબારી આજોઠા ખાતે સંબોધી પોતાની કામગીરી ની સોમનાથ મહાદેવ ના સાંનિધ્યમાંથી કરેલ હોય તેવી જાહેરાત કરેલ હતી.

સોમનાથ આવી પહોચેલ અમીત ચાવડા સોમનાથ દાદા ની પુજા કરી શિશ ઝુકાવી ધ્વજા રોહણ કરેલ હતી અને પત્રકારોને જણાવેલ હતું કે મારો કાર્યભાર આજથી ચાલુ કરૂ છું ભાજપ સરકારે વિપક્ષ કોંગ્રેસ સામે ધરણા કરવા પડ ેએથી વધુ સફળતા કંઇ હોય શકે તેમજ દરીયાકાંઠાના માછીમારોને ડીઝલ કેરોસીન નો પ્રશ્ને હોય ખેડુતોના ટેકાના ભાવો પાકવીમો સહીત ના અનેક પ્રશ્ને કોંગ્રેસ લડનાર છે લોકોના અધિકારોની રક્ષા કરી તેમને ન્યાય અપાવશે ભાજપ ને સાંસદ સત્ર ચલાવવાની જવાબદારી હોય છે તે પણ આવડતું નથી તે પ્રજા જાણી ચુકી છે તેનો જવાબ આવનાર મીટીંગ માં માર્ગદર્શન આપેલ હતું અને સંગઠન સોૈથી મજબુત બને તે માટે અપીલ કરેલ હતી.

આજોઠા ખાતે યોજાયેલ જીલ્લાની કારોબારી માં પરેશ ધાનાણી એ જણાવેલ હતું કે ભાજપ માં ચારેય બાજુ ભ્રષ્ટાચાર ફેલાયેલ છે આ જીલ્લામાં દરીયા અને જમીન ખેડુતો ખુબ જ દુઃખી છે. કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં અનેક કાર્યક્રમો આપવામાં આવશે આ જીલ્લામાં કોંગ્રેસનું લોકફાળાથી જીલ્લા કાર્યાલય બનાવવામાં આવશે તેવી જાહેરાત કરેલ હતી ત્યારે તાલાલા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ બે લાખ એકાવન હજારની જાહેરાત કરેલ હતી જીલ્લાના ધારાસભ્યો વિમલ ચુડાસમા,પુજાભાઇ વંશ સહીત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉમટી પડેલ હતા.(૧.૧૩)

(2:48 pm IST)