Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આદિત્યાણા ડબલ મર્ડરમાં મેર વિંઝા રામદે મોઢવાડિયા સહિત પ સામે ગુન્હો

મકાન તોડી પાડવા અંગે અગાઉ વિંઝા રામદે સામે મરનાર હાજા વીરમે પોલીસ ફરીયાદ નોધાયેલ

આદિત્યાણા, તા. ૧૬ : ગત મોડી રાત્રે થયેલ ડબલ મર્ડર કેસમાં મૃતકના પત્ની ગીતાબેન કાનાભાઇ કડછાએ આરોપી તરીકે રાણાવાવ નગર પાલિકા વિપક્ષના નેતા વિંઝાભાઇ રામદે મોઢવાડીયા અને અન્ય પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાવેલ છે. ફરીયાદ નોંધી પોલીસે કાર્યવાહી કરી રહેલ છે. એસ.પી. પણ આદિત્યાણા આવી રહેલ હોવાનું જાણવા મળે છે.એક વર્ષ પહેલા અગાઉ મૃતક ટીડો ઉર્ફે હાજા વિરમ ખુંટીનું ડાડાના ચોકમાં આવેલ મકાનનો  ઉપરનો ભાગ તોડી પાડવા અંગે આ વિંઝા રામદે સામે હાજા વિરમ ખુંટીએ ફરીયાદ નોંધાવેલ હતી. જુના વેરઝેરના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવી રહેલ છે. (૮.૧૩)

(2:30 pm IST)